મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

રૂમર્ડ કપલ સુહાના ખાન અને અગસ્ત્ય નંદાને લઈને ક્યાં નીકળ્યો અભિષેક બચ્ચન? ફોટોઝ થયા વાયરલ

એશ્વર્યા રાય સાથે અણબનાવની અફવાઓ વચ્ચે, અભિષેક બચ્ચન બાંદ્રા,

રૂમર્ડ કપલ સુહાના ખાન અને અગસ્ત્ય નંદાને લઈને ક્યાં નીકળ્યો અભિષેક બચ્ચન? ફોટોઝ થયા વાયરલ

એશ્વર્યા રાય સાથે અણબનાવની અફવાઓ વચ્ચે, અભિષેક બચ્ચન બાંદ્રા, મુંબઈમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન રૂમર્ડ કપલ અગસ્ત્ય નંદા અને સુહાના ખાન પણ અભિષેક બચ્ચન સાથે જોવા મળ્યા હતા. અભિષેક બચ્ચન કાર ચલાવતો જોવા મળ્યો હતો અને તેની સાથે તેનો ભાણેજ અગસ્ત્ય નંદા અને શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન જોવા મળી હતી. રૂમર્ડ કપલ ​​અગસ્ત્ય નંદા અને સુહાના ખાનને અભિષેક બચ્ચન સાથે જોયા બાદ ફેન્સની ઉત્સુકતા વધી ગઈ છે. આ ત્રણેયને એકસાથે જોયા બાદ ફેન્સે વિવિધ પ્રકારની અટકળો લગાવવાનું શરૂ કરી દીધું છે. અભિષેક બચ્ચન સાથેની સુહાના અને અગસ્ત્યની આ તસવીરો સામે આવતા જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.

અભિષેક બચ્ચન ડ્રાઇવિંગ સીટ પર જોવા મળ્યો

વાયરલ તસવીરોમાં તમે જોઈ શકો છો કે, અભિષેક બચ્ચન ડ્રાઈવિંગ સીટ પર છે. અભિષેક બ્લેક હૂડી સાથે કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યો છે. અગસ્ત્ય નંદા તેના મામા સાથે આગળની પેસેન્જર સીટ પર બેઠેલા જોવા મળ્યો હતો. અગસ્ત્ય એકદમ રિલેક્સ લાગતો હતો અને પેપ્સ તરફ સ્મિત પણ કરતો હતો. જ્યારે અભિષેક બચ્ચન પણ પાપારાઝીથી બેફિકરદેખાયો. શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન પણ કારની પાછળની સીટ પર જોવા મળી હતી. આ દરમિયાન સુહાના પાપારાઝીથી છુપાયેલી અને શરમાતી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા અને શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનના ડેટિંગની અફવાઓ ઉડી રહી છે. જોકે, આ મામલે બંને પરિવાર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

સુહાના અને અગસ્ત્યએ સાથે કર્યું હતું ડેબ્યુ

સુહાના ખાન અને અગસ્ત્ય નંદાએ ગયા વર્ષે ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચીઝ'થી સાથે ડેબ્યૂ કર્યું હતું. બોની કપૂરની દીકરી અને જાહ્નવી કપૂરની નાની બહેન ખુશી કપૂરે પણ આ ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મને બહુ સારો પ્રતિસાદ મળ્યો ન હતો, પરંતુ ત્રણેય સ્ટાર કિડ્સને તેમના અપકમિંગ પ્રોજેક્ટ્સ મળી ગયા છે.

અભિષેક-એશ્વર્યાને લઈને પણ ઉડી રહી છે અફવાઓ

અભિષેક બચ્ચનની વાત કરીએ તો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને કારણે તેના અંગત જીવન વિશે ઘણા સમાચારો ચાલી રહ્યા છે. અનંત-રાધિકાના લગ્ન માટે એશ્વર્યાનું બચ્ચન પરિવાર છોડીને તેની દીકરી સાથે એકલું જવું ઘણા લોકોને વિચિત્ર લાગી રહ્યું છે. આ પછી, અભિષેક બચ્ચનના છૂટાછેડાની એક ઇન્સ્ટા પોસ્ટને લાઇક કરવાથી આગમાં ઘી હોમાયું હોય તેવું થયું. જોકે, આ મામલે એશ્વર્યા, અભિષેક કે બચ્ચન પરિવાર તરફથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યું નથી.

આ સમાચાર શેર કરો