ક્યારે લગ્ન કરશે ચિરાગ પાસવાન? કંગના રણૌતનું નામ સાંભળીને થઈ ગયા શરમથી લાલ
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમ

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે તેમના લગ્ન અને કંગના રનૌત વિશે પ્રતિક્રિયા આપી હતી. જ્યારે ચિરાગને તેમના લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ હસવા લાગ્યા અને પ્રશ્ન ટાળવાનો પ્રયાસ કરવા લાગ્યા. લગ્ન સવાલ પર જવાબ આપવાની જગ્યાએ દેશના યુવાનો અને રોજગાર વિશે વાત કરી. તેમણે કહ્યું, 'આ સમયે આ બધા સવાલોના જવાબ કોઈ આપી શકે? આજે આપણે બજેટની ચર્ચા કરી રહ્યા છીએ. ઘણા એવા યુવાનો છે જેઓ ગ્રેજ્યુએટ છે, જેમના ભવિષ્યને લઈને સરકાર ચિંતિત છે. મને ખુશી છે કે, સરકારે આપણાં યુવાનોના રોજગાર માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે અને મોટી સંખ્યામાં યુવાનોને રોજગાર આપવાનું વિચારી રહી છે. હવે મારા મગજમાં માત્ર રાજકારણ ચાલે છે અને મારા મગજમાં બીજું કંઈ નથી આવતું.
કંગના રણૌત સાથેની મુલાકાત અંગે ચિરાગ પાસવાને શું કહ્યું?
જ્યારે ચિરાગ પાસવાનને પૂછવામાં આવ્યું કે, તમારી એક ફિલ્મ 'મિલે ના મિલે હમ' પણ રિલીઝ થઈ હતી, ત્યારે તમે સંસદમાં આવ્યા હતા અને મંડીના સાંસદ કંગના રણૌતને મળ્યા હતા. તે તસવીરને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. તમારી શું લાગણી હતી? આ સાંભળીને ચિરાગ શરમાઈ ગયા.
તેમણે કહ્યું, 'હા હું તેમને મળ્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ મેં કહ્યું હતું કે, હું તેમને મળવા માટે ઉત્સુક છું. ફિલ્મો પછી અમે બહુ મળ્યા નહોતા અને છેલ્લા ત્રણ વર્ષ એટલા બધા ઉતાર-ચઢાવથી ભરેલા હતા કે, આ સમયગાળા દરમિયાન અમે વાત પણ કરી ન હતી. ઘણા લાંબા સમય પછી તેને મળ્યો અને તે સારું રહ્યું.
આ પછી તેમણે કહ્યું કે, હું ક્યારેય એક્ટર નથી બન્યો. હું માત્ર નેતા બની શક્યો. ઉલ્લેખનીય છે કે, કંગના રણૌત અને ચિરાગ પાસવાને ફિલ્મ ‘મિલે ના મિલે હમ’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ ફ્લોપ રહી હતી. ચિરાગની આ પહેલી અને છેલ્લી ફિલ્મ સાબિત થઈ.






