મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'જ્યારે પતિ જ બીજાનો વાપરું છું...' કૃતિકા મલિકે કહી એવી વાત કે સાંભળી ચોંકી જશો 

યુટ્યુબર અરમાન મલિક તેની બે પત્નીઓ પાયલ મલિક અને કૃતિક

'જ્યારે પતિ જ બીજાનો વાપરું છું...' કૃતિકા મલિકે કહી એવી વાત કે સાંભળી ચોંકી જશો 

યુટ્યુબર અરમાન મલિક તેની બે પત્નીઓ પાયલ મલિક અને કૃતિકા મલિક સાથે બિગ બોસ ઓટીટી સીઝન 3 ના પ્રીમિયર એપિસોડમાં પ્રવેશ્યા છે. આમ તો તેમની એન્ટ્રીથી  દરેકને આશ્ચર્ય થયું. દર્શકોથી લઈને ઘણા સેલેબ્સે પણ યુટ્યુબર દ્વારા બિગ બોસમાં તેની બંને પત્નીઓ સાથે શોમાં પ્રવેશ લઇ નારાજગી વ્યક્ત કરી છે. પાયલ મલિક ઘણી વખત અરમાન અને કૃતિકાના લગ્ન વિશે વાત કરી પોતાનું દુઃખ વ્યક્ત કરતી જોવા મળી હતી. આ વિશે વાત કરતી વખતે તે ઘણી વખત ભાવુક થઈ ગઈ હતી. હવે બિગ બોસ ઓટીટી 3 ના લેટેસ્ટ એપિસોડમાં, અરમાન મલિકની બીજી પત્ની કૃતિકા મલિકે યુટ્યુબર સાથેના તેના લગ્નને લઈને આવું નિવેદન આપ્યું, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. આ બધું ત્યારે શરૂ થયું જ્યારે પૌલોમી દાસે કૃતિકાને અરમાનનો ટુવાલ વાપરવાની તેની આદત વિશે પૂછ્યું. પૌલોમીએ કૃતિકાને પૂછ્યું- 'તમે લોકો એકબીજાના ટુવાલનો ઉપયોગ કરો છો?'

કૃતિકાના જવાબથી પરિવારના સભ્યો આશ્ચર્યચકિત થઈ ગયા.

આ દરમિયાન અરમાન પણ ત્યાં હાજર છે, જે પૌલોમીના સવાલના જવાબમાં કહે છે - 'કરીએ છીએ, પતિ-પત્ની છીએ, કેમ ના કરીએ. ન કરવું જોઈએ?' આ દરમિયાન કૃતિકાએ કંઈક એવું કહ્યું કે જેને સાંભળીને બધા ચોંકી જાય છે. કૃતિકા અરમાનને અટકાવે છે અને કહે છે, 'યાર, જ્યારે હું કોઈ બીજાના પતિનો ઉપયોગ કરી શકું, તો આ તો માત્ર ટુવાલ છે.'

કૃતિકાની વાત સાંભળીને પૌલોમી દાસ હસવા લાગી

આ સાંભળીને પૌલોમી જોર જોરથી હસવા લાગે છે, જ્યારે કૃતિકા પોતાની વાત ચાલુ રાખે છે અને કહે છે - 'હું મારું અપમાન જાતે જ કરીશ. જો બીજું કોઈ કંઈ કહે તો મોઢું તોડી નાખીશ. અગાઉના એપિસોડમાં, સના મકબૂલ બે લગ્નોને લઇ  અરમાન મલિકને આડે હાથ લીધો હતો. દરમિયાન સનાએ યુટ્યુબરને પૂછ્યું કે જો પાયલ બીજા લગ્ન કરે તો અરમાન શું કરશે? આ જોઈને અરમાન ગુસ્સે થઈ જાય છે અને કહે છે, 'પાયલે સ્વીકાર્યું છે, મેં નથી સ્વીકાર્યું.'

અરમાને 2011માં પાયલ અને 2018માં કૃતિકા સાથે લગ્ન કર્યા હતા.

અરમાન મલિકે તેની પહેલી પત્ની પાયલ મલિક સાથે 2011માં લગ્ન કર્યા હતા અને તે પછી તેણે પોતાના પહેલા પુત્ર ચિરાયુનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું. લગ્નના 6 વર્ષ પછી, 2018 માં, અરમાને પાયલની શ્રેષ્ઠ મિત્ર કૃતિકા સાથે લગ્ન કર્યા, તે પણ તેના પ્રથમ લગ્નને કાયદેસર રીતે સમાપ્ત કર્યા વિના. ડિસેમ્બર 2022 માં, અરમાન મલિકે તેની બે પત્નીઓ પાયલ અને કૃતિકાની પ્રેગ્નન્સીની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. અરમાન હવે ચાર બાળકો ચિરાયુ, તુબા, અયાન અને ઝૈનનો પિતા છે.

આ સમાચાર શેર કરો