જ્યારે મૌની રોય દવાને લીધે થઈ ગઈ હતી મેદસ્વિતાની શિકાર, પછી આવતા નેગેટિવ વિચારો, એક્ટ્રેસે વ્યક્ત કરી આપવીતી
પોતાની મહેનતના કારણે મૌની રોયે માત્ર નાના પડદા પર જ નહીં પરંતુ બોલિવૂડ ઈન્

પોતાની મહેનતના કારણે મૌની રોયે માત્ર નાના પડદા પર જ નહીં પરંતુ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણી લોકપ્રિયતા હાંસલ કરી છે. અભિનેત્રીને આજે કોઈ ઓળખની જરૂર નથી. ટીવી પર પાર્વતીની ભૂમિકા ભજવવાથી લઈને સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ લુકને દેખાડવા સુધી મૌનીએ તેના ફેન્સના દિલમાં જગ્યા બનાવવામાં કોઈ કસર છોડી નથી. આજે પણ મૌનીને તેના દરેક પાત્ર માટે ઘણો પ્રેમ મળે છે. અભિનેત્રીએ ભલે પોતાના કરિયરમાં ઘણા હિટ શો આપ્યા હોય, પરંતુ મૌનીને તેની અસલી ઓળખ 'નાગીન' શોથી જ મળી.
જ્યારે મૌનીએ પોતાનું જીવન ટૂંકાવવાનું વિચાર્યું
ટીવીની 'નાગીન'ના નામથી ફેમસ મૌની રોય પોતાની સ્ટાઇલિશ અદાઓને કારણે ચર્ચામાં રહે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતી હોય છે. મૌની ઘણીવાર વેકેશનમાં બિકીની પહેરેલી જોવા મળે છે. અભિનેત્રી બિકીનીમાં તેના કર્વી ફિગરને પણ ફ્લોન્ટ કરે છે. મૌનીના વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલ સુધીના વિવિધ લુક્સ લોકોને તેના દિવાના બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે, આવી ફિટ દેખાતી મૌની રોયનું વજન એક સમયે 30 કિલો વધી ગયું હતું. હા, સિરિયલ નાગીન કર્યા પછી, મૌની રોય લાઈમલાઈટથી દૂર હતી અને તેનું વજન એટલું વધી ગયું હતું કે તેને લાગ્યું કે તેનું જીવન સમાપ્ત થઈ ગયું છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે, તે સમયે તેનું વજન 30 કિલો વધી ગયું હતું અને તે ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી.
દવા લીધા બાદ મેદસ્વિતાનો શિકાર થઈ હતી અભિનેત્રી
મૌનીએ કહ્યું, 'લગભગ 7-8 વર્ષ પહેલા હું ખૂબ જ બીમાર થઈ ગઈ હતી, તેથી જ તે દરમિયાન હું ઘણી દવાઓ લેતી હતી. મને L4-L5, કેલ્શિયમ પથરી અને સ્લિપ્ડ ડિસ્ક ડીજનરેશન હતું. જેના કારણે હું સતત ત્રણ મહિના સુધી પથારીમાં હતી. આ ત્રણ મહિનામાં જ મારું વજન 30 કિલો વધી ગયું હતું. આ સમયે મને કોઈએ જોઈ નથી, પછી મેં વિચાર્યું કે મારું જીવન સમાપ્ત થઈ ગયું છે. આ પછી, જ્યારે મેં દવા ઓછી કરી, ત્યારે મારું વજન ઓછું થયું.
અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે, 'વજન ઓછું કરવા માટે હું લાંબા સમય સુધી માત્ર જ્યુસ પીતી રહી, જેના કારણે હું ખૂબ જ ચિડાઈ જતી હતી. પણ પછી મેં વિચાર્યું કે મારે પણ ખાવું જોઈએ. આ પછી મેં ધીમે-ધીમે ખાવાનું શરૂ કર્યું. પછી મેં એક ન્યુટ્રિશનિસ્ટની મદદ લીધી, જેણે મને વજન ઘટાડવામાં ઘણી મદદ કરી. ઉલ્લેખનીય છે કે, આજે મૌની રોય એક એવું નામ બની ગયું છે, જેણે ટીવી ઈન્ડસ્ટ્રીથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સુધી પોતાની અલગ ઓળખ બનાવી છે.






