અનંત-રાધિકાના લગ્નમાં મહેમાનોએ હાથમાં પહેરેલા કલર બેન્ડનો શું અર્થ હતો? જાણો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બહુપ્રતિક્ષિત લગ્નમાં બોલિવૂડ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બહુપ્રતિક્ષિત લગ્નમાં બોલિવૂડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. જોકે, એવું જોવા મળ્યું હતું કે, ઘણા સ્ટાર્સ અને અન્ય મહેમાનોના હાથ પર કલર-કોડેડ બેન્ડ પહેરેલા જોવા મળ્યા હતા, જેણે ફેન્સમાં ઉત્સુકતા વધારી હતી. તો ચાલો જાણીએ આખરે આ અલગ-અલગ કલરના બેન્ડનો અર્થ શું છે.
લેખક દુર્જોય દત્તાની પત્ની અવંતિકા મોહને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી છે જેમાં રિસ્ટ બેન્ડ પાછળનું કારણ સમજાવ્યું છે. તેમના મતે, આ બેન્ડ અનંત અને રાધિકાના લગ્નમાં સીટિંગ અરેન્જમેન્ટ માટે પહેરવામાં આવ્યું હતું. અવંતિકા મોહને સ્ટોરી શેર કરતા લખ્યું, "આને ફરીથી પોસ્ટ કરી રહી છું કારણ કે તેને 24 કલાક થઈ ગયા છે! મિત્રો! હું બેન્ડ વિશે જાણું છું. તે ખૂબ જ બેસિક છે. મારા મિત્રએ આ લગ્નમાં હાજરી આપી હતી. આ બેન્ડ સીટિંગ અરેન્જમેન્ટ માટે હતા! ત્યાં ઝોન મુજબ સીટિંગ અરેન્જમેન્ટ હતી!".
લગ્ન સમારોહમાં ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાનો બોરિસ જોનસન અને ટોની બ્લેર, પીટર ડાયમંડિસ, કલાકાર જેફ કુન્સ, ભૂતપૂર્વ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ જોન કેરી અને કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્ટીફન હાર્પર સહિત અન્ય લોકોએ હાજરી આપી હતી. તેમજ રિયાલિટી ટીવી સ્ટાર કિમ કાર્દાશિયન, તેની બહેન ખલો કાર્દાશિયન અને જોન સીનાએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આ ઉપરાંત પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનાસ સાથે, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, શાહરૂખ ખાન, રણવીર સિંહ, સલમાન ખાન, અર્જુન કપૂર, અનિલ કપૂર, અનન્યા પાંડે, સારા અલી ખાન, મહેન્દ્ર સિંહ ધોની, હાર્દિક પંડ્યા, સૂર્ય કુમાર યાદવ, રોહિત શર્મા અને ઇશાંત કિશન જેવી બોલિવૂડ અને ક્રિકેટ જગતની હસ્તીઓએ પણ હાજરી આપી હતી.
1થી 3 માર્ચ, 2024ના રોજ ગુજરાતના જામનગરમાં આ કપલનું ફર્સ્ટ પ્રી-વેડિંગ ફંક્શન યોજાયું હતું. અનંત અને રાધિકાની બીજી પ્રી-વેડિંગ એક ક્રૂઝ પાર્ટી હતી જે 29મેથી 1 જૂન સુધી ચાર દિવસની ઇવેન્ટ હતી. ઉલ્લેખનીય છે કે, અનંત અને રાધિકાની ગોળધાણા સેરેમની 19 જાન્યુઆરી, 2023ના રોજ મુંબઈમાં યોજાઈ હતી.








