મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

ઈન્ટરનેશનલ એમી એવોર્ડ હોસ્ટ કરનાર પ્રથમ ભારતીય બનશે વીર દાસ, પ્રિયંકા-હ્રિતિકે પાઠવી શુભેચ્છા

હવે 52મા ઈન્ટરનેશનલ એમી એવોર્ડ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જે

ઈન્ટરનેશનલ એમી એવોર્ડ હોસ્ટ કરનાર પ્રથમ ભારતીય બનશે વીર દાસ, પ્રિયંકા-હ્રિતિકે પાઠવી શુભેચ્છા

હવે 52મા ઈન્ટરનેશનલ એમી એવોર્ડ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જે તમામ ભારતીયો માટે ખૂબ જ ખાસ છે. કોમેડિયન અને હોસ્ટ વીર દાસ એમી એવોર્ડ્સ 2024નો હોસ્ટ બનવા જઈ રહ્યો છે. વીરે પોતે આ માહિતી પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે અને તેના માટે આભાર પણ વ્યક્ત કર્યો છે. વીર દાસ ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સને હોસ્ટ કરનાર પ્રથમ ભારતીય બનવા જઈ રહ્યો છે, જે પોતાનામાં એક મોટી ઉપલબ્ધિ છે. વીર દાસના આ આંતરરાષ્ટ્રીય એવોર્ડ ફંક્શનને હોસ્ટ કરવાના સમાચાર સાંભળીને ફેન્સની સાથે-સાથે ઘણા બોલિવૂડ સ્ટાર્સે પણ પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે.

ફેન્સ સાથે શેર કર્યા વીર દાસે સારા સમાચાર

વીર દાસે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફેન્સ સાથે આ ખુશખબર શેર કરી છે. તેણે એમી એવોર્ડ્સના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સાથે કોલાબ્રેશન પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે જણાવ્યું કે, તે આ વર્ષે આ ઈવેન્ટને હોસ્ટ કરવા જઈ રહ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું, 'તમારા સમર્થન માટે આભાર, એક ઈન્ડિયન એમી હોસ્ટ. હું આ વર્ષે એમી એવોર્ડ હોસ્ટ કરવા માટે રાહ જોઈ શકતો નથી, આ ક્રેઝી છે. મને આ તક આપવા બદલ આભાર, હું ખૂબ જ ઉત્સાહિત અને પ્રાઉડ ફીલ કરી રહ્યો છું.

હવે આ પોસ્ટ પર પ્રિયંકા ચોપરાથી લઈને હ્રિરિતિક રોશન અને શેફાલી શાહ સુધી બધાએ વીર દાસને અભિનંદન પાઠવ્યા છે. વીરની આ સિદ્ધિથી બોલિવૂડ સ્ટાર્સ ખૂબ જ ખુશ છે. આ પહેલા 2023ના એમી એવોર્ડમાં વીર દાસને તેની કોમેડી માટે એવોર્ડ મળ્યો હતો.

આ સમાચાર શેર કરો