મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટની ઐતિહાસિક જીત બાદ મેડલ પાક્કો થતાં ફેન્સે આમિર પાસે કરી આવી ડિમાન્ડ

પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 2024માં ભારતની વિનેશ ફોગાટ ધ્વજ લહેર

ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટની ઐતિહાસિક જીત બાદ મેડલ પાક્કો થતાં ફેન્સે આમિર પાસે કરી આવી ડિમાન્ડ

પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 2024માં ભારતની વિનેશ ફોગાટ ધ્વજ લહેરાવી રહી છે. વિનેશ ફોગાટ ભારતીય મહિલા કુશ્તીના ઈતિહાસમાં પહેલી એવી ખેલાડી બની ગઈ છે, જે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ માટે રમશે. વિનેશે 6 ઓગસ્ટના રોજ 50 કિલો ફ્રી સ્ટાઇલ ઇવેન્ટની સેમિફાઇનલમાં ક્યુબાની કુસ્તીબાજને હરાવી હતી. ત્યારથી સોશિયલ મીડિયા પર વિનેશનું નામ ટ્રેન્ડ કરી રહ્યું છે. બોલિવૂડ અભિનેતા આમિર ખાનને પણ ફેન્સ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી રહી છે. ફેન્સ આમિરને ‘દંગલ 2’ બનાવવાની માગ કરી રહ્યા છે.

દંગલ પછી, ‘દંગલ 2’!

વિનેશની સાથે દંગલ અને આમિર ખાન પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. ફોગાટ પરિવારમાંથી આવતી વિનેશ ફોગાટની જીત જોઈને યુઝર્સ આમિરને કહી રહ્યા છે કે- સર, ‘દંગલ 2’ની સ્ક્રિપ્ટ તૈયાર છે. વિનેશની સફર પણ ઘણી પ્રેરણાદાયી રહી છે. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલની ફાઇનલમાં પહોંચનારી તે ભારતની પ્રથમ મહિલા રેસલર છે.

ફેમસ ફોગાટ પરિવારના જીવન પર આધારિત આમિરની ફિલ્મ ‘દંગલ’ આજે પણ લોકોની પસંદ છે. આ ફિલ્મ 2016માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે ભારત સહિત વિદેશમાં કરોડોનો બિઝનેસ કર્યો હતો. ફોગાટ બહેનો ગીતા-બબીતા ​​ફોગાટની સફર દર્શાવતી આ ફિલ્મના દરેક પાત્રે લોકોના દિલ જીતી લીધા હતા. હવે યુઝર્સની માગ કેટલી વાજબી છે અને ક્યારે પૂરી થઈ શકે છે - આ તો આમિર નક્કી કરશે. પરંતુ એવું લાગે છે કે, સોશિયલ મીડિયા પર પોસ્ટ્સનું પૂર આવ્યું છે. યુઝર્સ કહે છે ...

આ સમાચાર શેર કરો