મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

વિનેશ ફોગાટ ઓલિમ્પિકમાંથી બહાર થઈ તો તૂટ્યું સેલેબ્સનું દિલ, કહ્યું- ‘કાવતરું છે પણ તમે ચેમ્પિયન છો’

'વિનેશ ફોગાટ ઓલિમ્પિક ગેમ્સની ફાઇનલમાં પહોંચી..

વિનેશ ફોગાટ ઓલિમ્પિકમાંથી બહાર થઈ તો તૂટ્યું સેલેબ્સનું દિલ, કહ્યું- ‘કાવતરું છે પણ તમે ચેમ્પિયન છો’

'વિનેશ ફોગાટ ઓલિમ્પિક ગેમ્સની ફાઇનલમાં પહોંચી...ગોલ્ડ મેડલ જીતવાથી થોડાક જ ડગલાં દૂર' હજી થોડા સમય પહેલાં જ આખું ભારત આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરી રહ્યું હતું. પણ પળવારમાં બધાની ખુશીઓ પર ગ્રહણ લાગી ગયું. કુસ્તીબાજ વિનેશ ફોગાટનું વજન વધારે હોવાના કારણે તેને ફાઈનલ રાઉન્ડમાંથી બહાર કરી દેવામાં આવી હતી. આ સમાચારે ભારતીયોના દિલને એટલું જ દુઃખ પહોંચાડ્યું છે જેટલું રેસલરનું દિલ તૂટી ગયું છે. સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું છે. સેલેબ્સ પણ પોતાની પ્રતિક્રિયાઓ ઉગ્રતાથી આપી રહ્યા છે. આ દરેક માટે ખૂબ જ આઘાતજનક છે.

સેલેબ્સે વ્યક્ત કર્યું દુઃખ 

વિનેશે 6 ઓગસ્ટના રોજ 50 કિલો ફ્રી સ્ટાઇલ ઇવેન્ટની સેમિફાઇનલમાં ક્યુબાની કુસ્તીબાજને હરાવી હતી. વિનેશ ફોગાટ ભારતીય મહિલા કુશ્તીના ઈતિહાસમાં પહેલી એવી ખેલાડી બની હતી, જે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ માટે રમવા જઈ રહી હતી. પરંતુ કમનસીબે ફાઈનલ મેચ પહેલા તેનું વજન 100 ગ્રામ વધુ હોવાને કારણે તે બહાર કરી દેવામાં આવી હતી. આ સમાચારે સેલેબ્સનું પણ દિલ તોડી નાખ્યું છે.

સોનાક્ષીએ ચેમ્પિયન કહી

વિનેશને અયોગ્ય જાહેર કરવાથી સોનાક્ષી પણ ચોંકી ગઈ છે. તેણે લખ્યું- વિશ્વાસ નથી આવતો. હું કલ્પના પણ કરી શકતી નથી કે તમે અત્યારે કેવું અનુભવો છો. શું કહેવું તે ખબર નથી. બસ તમે હતા, છો અને હંમેશા ચેમ્પિયન રહેશો.

સ્વરાએ શંકા વ્યક્ત કરી

અભિનેત્રી સ્વરા ભાસ્કરે આશંકા વ્યક્ત કરી છે કે, વિનેશ સાથે ષડયંત્ર રચવામાં આવ્યું છે. સ્વરાએ લખ્યું- 100 ગ્રામના વધેલા વજનની આ થિયરીમાં કોણ વિશ્વાસ કરે છે?

સોફીનું તૂટ્યું દિલ

આ અંગે દુખ વ્યક્ત કરતાં બોલિવૂડ અભિનેત્રી સોફી ચૌધરીએ કહ્યું કે, હું ખૂબ જ દુઃખી છું અને ખૂબ ગુસ્સે પણ છું. આ બહુ ખોટું છે. 0.1 કિગ્રા??? હું કલ્પના પણ કરી શકતી નથી કે તેઓ કેવું અનુભવતા હશે.

શોભાએ આપ્યો ટેકો 

વિનેશનો ફોટો શેર કરતા લેખિકા શોભા ડે લખે છે- થોડા ગ્રામ જૂઠ જીવન બનાવી શકે છે અથવા તોડી શકે છે. તાજા સમાચાર કેટલા દુઃખદ છે. ભલે તે પેરિસમાં યોજાઈ રહેલા ઓલિમ્પિક 2024માંથી આવી હોય. આપણું ભારત હજી પણ એથ્લેટ્સને સમર્થન આપે છે.

ફરહાનને ગર્વ છે

ફિલ્મ નિર્માતા-અભિનેતા ફરહાન અખ્તર પણ કુસ્તીબાજનું મનોબળ વધારતા વિનેશ ફોગાટને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા, ફરહાને લખ્યું- ડિયર વિનેશ ફોગાટ... તમે આ સમયે કેટલા નિરાશ થયા હશો કોઈ તેની કલ્પના જ કરે શકે છે, પરંતુ હજુ પણ સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી. તમારા માટે હૃદય તૂટી ગયું કે આ બધું આ રીતે સમાપ્ત થયું. પરંતુ મહેરબાની કરીને જાણો કે, અમને તમારા પર અને તમે રમત માટે કરેલા તમામ પ્રયત્નો પર ખૂબ ગર્વ છે. તમે હંમેશા ચેમ્પિયન અને લાખો લોકો માટે પ્રેરણા બની રહેશો. તમારી હિંમત જાળવી રાખો.

વિનેશ અને સ્પોર્ટ્સ ફેન્સને આ પસંદ નથી આવી રહ્યું. યુઝર્સ વિનેશને આવી ફાઈનલ પહેલા અચાનક બહાર કરી દેવાની શંકા વ્યક્ત કરી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે, કુસ્તીબાજ વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો