સિદ્ધાર્થ શુક્લાના નિધન પર વિકાસે કરેલી પોસ્ટ થઈ વાયરલ, બંનેની મોત પર જોવા મળ્યો અનોખો સંયોગ
ટીવી જગતના જાણીતા એક્ટર વિકાસ સેઠીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. આ વાતની પુષ્ટિ ત

ટીવી જગતના જાણીતા એક્ટર વિકાસ સેઠીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. આ વાતની પુષ્ટિ તેમની પત્ની કરી ચૂકી છે. એક્ટરે 48 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. એક્ટરની પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. વિકાસની આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ જોઈને દરેક લોકો હેરાન રહી ગયા છે. હકીકતમાં વિકાસે સિદ્ધાર્થ શુક્લાના નિધન પર તેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેના પર જે કેપ્શન લખવામાં આવ્યું હતું તેને જોઈને હવે લોકો અનેક પ્રકારની વાતો કરી રહ્યા છે. લોકો એ બાબતથી પણ હેરાન થઈ રહ્યા છે કે, બંનેનું નિધન એક જ પ્રકારે સપ્ટેમ્બર મહિનામાં જ થયું છે.
મિલતા હું વહાં...
વિકાસ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીથી દૂર હતો અને સોશિયલ મીડિયા પર પણ તે વધુ એક્ટિવ નહોતો. આ વચ્ચે લોકો તેનું ઈન્સ્ટાગ્રામ શોધી રહ્યા છે. વર્ષ 2021માં 2 સપ્ટેમ્બરના રોજ સિદ્ધાર્થ શુક્લાનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન થઈ ગયું હતું. ત્યારે વિકાસે એક પોસ્ટ લખી હતી- 'જીવન એક ક્ષણમાં બદલાઈ જાય છે. ક્ષણભરમાં તમે એક વ્યક્તિમાંથી યાદ બની જાવ છો. તારી યાદ હંમેશા સાચવીને રાખીશ. RIP. યાર તું કહાં ગયા રાસ્તા બોલ દે મિલતા હું વહા'.
લોકોની પ્રતિક્રિયા
હવે વિકાસનું આ કેપ્શન જોઈને લોકો હેરાન રહી ગયા છે. એક યુઝરે લખ્યું કે, આજે તમારી લાઈન સાચી થઈ ગઈ. અન્ય એક યુઝરે લખ્યું- ચોંકાવનારી વાત છે કે, સિદ્ધાર્થનું નિધન પણ સપ્ટેમ્બરમાં જ થયુ હતું અને વિકાસનું પણ સપ્ટેમ્બરમાં જ થયું. બીજી એક કોમેન્ટ છે કે, ક્યારેક આપણી વાત ભગવાન સાંભળી લે છે. તો આ જીવન એક જ વાર મળે છે અને મૃત્યુ પણ એક દિવસે થવાનું જ છે તો મૃતક પાસે એડ્રેસ ન માગવો જોઈએ અને નહીં તો કોન્ડોલેન્સની આ રીત છે. બીજી એક કોમન્ટ છે કે, આજે તો સેમ ઘટના ઘટી.






