Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Vijay Thalapathy filed a case in court against his parents, you will be shocked to know what happened next

Vijay Thalapathyએ માતા-પિતા વિરુદ્ધ જ કોર્ટમાં કર્યો હતો કેસ, પછી જે થયું તે જાણીને તમે પણ ચોંકી જશો

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
Vijay Thalapathyએ માતા-પિતા વિરુદ્ધ જ કોર્ટમાં કર્યો હતો કેસ, પછી જે થયું તે જાણીને તમે પણ ચોંકી જશો
સોર્સ : GSTV

Thalapathy Vijay TVK Win: તમિલનાડુની રાજનીતિમાં સુપરસ્ટાર વિજય થલાપતિની પાર્ટી TVKએ પ્રથમ ચૂંટણીમાં જ 234 બેઠકોમાંથી 108 બેઠકો જીતીને ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. ફિલ્મોની જેમ રાજકારણમાં પણ પહેલી જ ઇનિંગમાં સુપરહિટ સાબિત થયેલા વિજય થલાપતિ એક સમયે રાજનીતિમાં આવવા પણ નહોતા માંગતા.

App Store

માતા-પિતા સામે જ કર્યો હતો કોર્ટ કેસ

વર્ષ 2020માં વિજય થલાપતિના પિતા અને જાણીતા ડાયરેક્ટર એસ. એ. ચંદ્રશેખરે વિજયની પરવાનગી વગર 'વિજય મક્કલ અય્યકમ' (VMI) નામની રાજકીય પાર્ટીની નોંધણી કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી, જેમાં તેઓ પોતે મહાસચિવ અને વિજયના માતા શોભા ટ્રેઝરર (કોષાધ્યક્ષ) બન્યા હતા. જ્યારે વિજય થલાપતિને આ બાબતની જાણ થઈ, ત્યારે તેમણે સપ્ટેમ્બર 2021માં સત્તાવાર રીતે જાહેર કર્યું કે તેમને આ યોજનાઓ વિશે અગાઉથી કોઈ જાણ કરવામાં આવી નહોતી. પોતાના નામે ચાલી રહેલી રાજકીય પ્રવૃત્તિઓથી નારાજ થઈને તેમણે પોતાના માતા-પિતા સહિત 11 લોકો વિરુદ્ધ મદ્રાસ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે તેમના નામ કે ફેન ક્લબનો રાજકીય ઉપયોગ ગેરકાનૂની ગણાશે, જેના પરિણામે અંતે આ પક્ષને ભંગ કરી દેવામાં આવ્યો હતો.

ફિલ્મી સફર અને 'થલાપતિ'નો ખિતાબ

વિજય થલાપતિએ પોતાના અભિનય પ્રવાસની શરૂઆત પિતા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'વેટ્રી'માં બાળ કલાકાર તરીકે કરી હતી. શરૂઆતી તબક્કે મોટી સફળતા ન મળતા, તેમના પિતાએ વર્ષ 1993માં વિજયકાંતની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ 'સેંથૂરપાંડી' બનાવી હતી. આ ફિલ્મથી વિજયની ઓળખ એક રોમેન્ટિક અને ફેમિલી એક્ટર તરીકે પ્રસ્થાપિત થઈ. ત્યારબાદ, ધીરે-ધીરે એક્શન અને માસ સિનેમા તરફ વળતા તેમને ચાહકો તરફથી 'થલાપતિ'નો ખિતાબ મળ્યો અને તેઓ દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર બની ગયા.

રાજકારણમાં આવવા અંગે હતી મૂંઝવણ

જોકે વિજય થલાપતિના ચાહકોમાં તેમને લઈને ભારે ઉત્સાહ હતો, પરંતુ તેઓ પોતે રાજકારણમાં આવવા અંગે લાંબા સમય સુધી મૂંઝવણમાં હતા. વર્ષ 2009માં તેમના પિતાએ તેમના માટે ફેન ક્લબ બનાવી હતી, તેમ છતાં વિજય થલાપતિને પોતાના રાજકીય ભવિષ્ય અંગે પૂરો ભરોસો નહોતો. વર્ષ 2021માં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, જ્યાં સુધી તમિલનાડુના રાજકારણમાં કોઈ 'શૂન્યાવકાશ' ઊભો ન થાય ત્યાં સુધી તેઓ રાજનીતિમાં આવવા અંગે વિચારશે નહીં. જોકે, આજે તેમની પાર્ટી TVK બે મોટા રાજકીય પક્ષોને પછાડીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે.