તમિલનાડુના રાજકારણમાં નવો અધ્યાય; Vijay Thalapathyની જીત પર રજનીકાંત, ચિરંજીવી સહિત સેલેબ્સે પાઠવ્યા અભિનંદન

થલાપતિ વિજયે તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે. તેમની પાર્ટી તમિલગા વેટ્ટ્રી કઝગમ (TVK) પ્રદેશની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. આ જીત બાદ હવે વિજયનું તમિલનાડુના આગામી મુખ્યમંત્રી બનવાનું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. તેમની આ ઐતિહાસિક જીત પર સાઉથ ઇન્ડસ્ટ્રીના તમામ સિતારાઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. જેમાં સુપરસ્ટાર રજનીકાંતથી લઈને રશ્મિકા મંદાના, એ.આર. રહેમાન, ધનુષ અને પૂજા હેગડે સહિત અનેક સેલેબ્સના નામ સામેલ છે. સાથે જ અનેક સેલેબ્સે તેમને રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે પણ શુભેચ્છાઓ પાઠવી છે.
રજનીકાંતે પાઠવ્યા અભિનંદન
થલાઇવા એટલે કે રજનીકાંતે વિજયને અભિનંદન આપતા લખ્યું, ‘તાજેતરમાં સંપન્ન થયેલી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં વિજયી બનેલા તમિલગા વેટ્ટ્રી કઝગમના અધ્યક્ષ થિરુ વિજય અને તેમની પાર્ટીના સભ્યોને તેમની ભવ્ય જીત પર મારા હાર્દિક અભિનંદન.’
તમિલનાડુની જનતાનું મળ્યું અપાર સમર્થન: ધનુષ
અભિનેતા ધનુષે પણ થલાપતિ વિજયને જીતની શુભેચ્છા પાઠવી હતી. તેણે 'X' પર લખ્યું, ‘વિજય સર અને તમિલનાડુ વિક્ટ્રી કઝગમને મારા હાર્દિક અભિનંદન. જેમણે મેદાનમાં ઉતરીને અને પોતાની પ્રથમ ચૂંટણીમાં ભાગ લઈને તમિલનાડુની જનતાનું અપાર સમર્થન અને પ્રેમ મેળવ્યો છે. હવે તેઓ સરકાર બનાવવા માટે તૈયાર છે.’
થલાપતિ કચેરી દિવસ-રાત પ્રગતિ કરી રહી છે: પૂજા હેગડે
એ.આર. રહેમાને સફળ નેતા બનવાની શુભેચ્છા આપી
નવા સ્વરૂપમાં વિજયને જોવા ઉત્સાહિત છે રશ્મિકા
નયનતારા બોલી- ઇતિહાસ રચી દીધો
નાગા વામસીએ ગણાવી ઐતિહાસિક જીત
સિનેમા પડદાથી નીકળીને જમીન પર વર્ચસ્વ જમાવી રહ્યું છે: સંદીપ રેડ્ડી વાંગા
નિર્માતા-નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાએ લખ્યું, ‘સિનેમાની આ જ ખાસિયત છે, તે લોકોને પ્રભાવિત કરી શકે છે, વ્યવસ્થાઓને હલાવી શકે છે અને હાજરીને શક્તિમાં બદલી શકે છે. અહીં સિનેમા પડદાની બહાર નીકળીને જમીન પર પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યું છે. પ્રચાર નહીં, શોરબકોર નહીં, પણ અસલી શક્તિ.’

