Crakk ફ્લોપ થયા બાદ વિદ્યુત જામવાલને થયું કરોડોનું નુકસાન, પૈસા ચૂકવવા સર્કસમાં કામ કર્યું
બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલ વર્સેટાઈલ એક્ટર્સમાંથી એક છે. અભિનેતા એક્શન ફિલ્મો માટે જાણીતો

બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલ વર્સેટાઈલ એક્ટર્સમાંથી એક છે. અભિનેતા એક્શન ફિલ્મો માટે જાણીતો છે. જોરદાર અભિનય હોવા છતાં, અભિનેતાની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. અભિનેતાની તાજેતરની ફિલ્મ 'ક્રેકઃ જીતેગા તો જીયેગા' આ વર્ષે ફેબ્રુઆરીમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. અભિનેતા આ ફિલ્મનો નિર્માતા પણ હતો. અભિનેતાએ તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 'ક્રેક ફ્લોપ જવાને કારણે મને કરોડોનું નુકસાન થયું છે. તે સમયે હું સમજી શકતો ન હતો કે હું આ પૈસા કેવી રીતે પરત કરીશ.'
'ક્રેક' બનાવવામાં 45 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો અને ફિલ્મે 17 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. અભિનેતાએ કહ્યું, 'તે સમયે મને મિત્રો અને સંબંધીઓએ સલાહ આપી હતી કે થોડા સમય માટે મારી જાતને દરેકથી અલગ કરી દેવી જોઈએ.'
ફિલ્મ ફ્લોપ થયા પછી સર્કસમાં જોડાયો
અભિનેતા એ કહ્યું, 'જ્યારે ફિલ્મ ફ્લોપ થઈ ત્યારે હું એક ફ્રેન્ચ સર્કસમાં જોડાયો અને ત્યાં 14 દિવસ રહ્યો. અહીં લોકો એવા છે જે પોતાના શરીર દ્વારા કરોડો લોકો સુધી પહોંચે છે. જ્યારે મેં આ લોકોને કરતબ કરતા જોયા તો મને આશ્ચર્ય થયું. આ અદ્ભુત હતું. મેં સર્કસના લોકો સાથે પરફોર્મ કર્યું અને જ્યારે હું મુંબઈ પાછો આવ્યો ત્યારે બધું શાંત હતું. મેં 3 મહિના સુધી કામ કર્યું અને તમામ નુકસાનની ભરપાઈ કરી.
ક્રેકમાં વિદ્યુત સાથે નોરા ફતેહી, અર્જુન રામપાલ અને એમી જેક્સન મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ ફેબ્રુઆરીમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ એપ્રિલમાં ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવી હતી.






