મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

બોલિવૂડમાં નેપોટિઝમ પર બોલી વિદ્યા બાલન, કહ્યું- ‘તો દરેકના દીકરા કે દીકરી…’

વિદ્યા બાલનની એક્ટિંગની સફર લોકપ્રિય સિરિયલ ‘હમ પાંચથી’ શરૂ થઈ હતી. ત્યારબાદ બોલિવૂડમાં પોતાની ઓળખ ઉભી કરવા

બોલિવૂડમાં નેપોટિઝમ પર બોલી વિદ્યા બાલન, કહ્યું- ‘તો દરેકના દીકરા કે દીકરી…’

વિદ્યા બાલનની એક્ટિંગની સફર લોકપ્રિય સિરિયલ ‘હમ પાંચથી’ શરૂ થઈ હતી. ત્યારબાદ બોલિવૂડમાં પોતાની ઓળખ ઉભી કરવા તેને ખૂબ જ મહેનત કરી હતી. વિદ્યાએ 2005માં સંજય દત્ત અને સૈફ અલી ખાન સાથે ફિલ્મ પરિણીતામાં અભિનય કર્યો અને ત્યારબાદ તેની ફિલ્મી સફર શરૂ થઈ ગઈ હતી. હાલમાં પ્રતિક ગાંધી સાથે તેની એક ફિલ્મ ‘દો ઔર દો પ્યાર’ આવી રહી છે, તે દરમિયાન એક ઇન્ટરવ્યુમાં કોઈપણ કનેક્શન વગર ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ટોચ પર પહોંચેલી અભિનેત્રીએ નેપોટિઝમ વિશે ખુલીને વાત કરી હતી.

બોલિવૂડમાં નેપોટિઝમ વિશે વિદ્યાએ આ વાત કહી

‘દો ઔર દો પ્યાર’ બેવફાઈની આસપાસ ફરતી ફિલ્મ છે. તેના પ્રમોશન વખતે, વિદ્યાએ બોલિવૂડમાં ચર્ચિત વિષય નેપોટિઝમ વિશે વાત કરી હતી. મીડિયા સાથેની વાતચીત દરમિયાન, જ્યારે વિદ્યાને પૂછવામાં આવ્યું કે શું તેમને ક્યારેય આનો ભોગ બનવું પડ્યું છે, તો આ પ્રશ્નના જવાબમાં અભિનેત્રીએ કહ્યું કે, “મને ક્યારેય ખબર નહોતી કે, આ પ્રશ્નનો જવાબ કેવી રીતે આપવો કારણ કે નેપોટિઝમ હોય કે ન હોય હું આ ઈન્ડસ્ટ્રીમાં છું. આ કોઈના બાપની ઈન્ડસ્ટ્રી નથી. નહીંતર તો દરેકના દીકરા કે દીકરી સફળ હોત.

વિદ્યાએ વધુમાં કહ્યું કે, “હું મારું પોતાનું કામ કરીને ખુશ છું. ઘણી વખત મને લાગ્યું કે કદાચ મને સપોર્ટ મળ્યો હોત તો અન્ય લોકો મારા પ્રત્યે થોડાક દયાળુ હોત. પરંતુ હું માનું છું કે ખરેખર તેનાથી કોઈ ફર્ક પડતો નથી.”

ભૂતકાળની રિલેશનશિપમાં વિદ્યા સાથે થઈ હતી ચીટીંગ 

આ દરમિયાન વિદ્યાએ તેના હાર્ટબ્રેક અને ભૂતકાળના સંબંધો વિશે પણ વાત કરી હતી. તેણે ખુલાસો કર્યો હતો કે તેની પ્રથમ રિલેશનશિપમાં તેની સાથે ચીટીંગ થઈ હતી. વિદ્યાએ કહ્યું- “મારી સાથે ચીટીંગ થઈ છે. મેં ડેટ કરેલી પહેલી વ્યક્તિએ મારી સાથે ચીટીંગ કરી હતી. તે ખૂબ જ ખરાબ હતો.” જો તેની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો વિદ્યા બાલન અને પ્રતિક ગાંધીની ફિલ્મ ‘દો ઔર દો પ્યાર’ 19 એપ્રિલે રિલીઝ થવાની છે, આ ઉપરાંત વિદ્યા ભૂલ-ભૂલૈયા 3માં પણ દેખાશે. 

આ સમાચાર શેર કરો