મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

TMKOC શોના ડાયલોગ્સ પર વીડિયો બનાવવા અંગે મેકર્સ બન્યા કડક, હવે આવ્યો કોર્ટનો નિર્ણય

તાજેતરમાં જ જેકી શ્રોફે પોતાના ડાયલોગ, અવ

TMKOC શોના ડાયલોગ્સ પર વીડિયો બનાવવા અંગે મેકર્સ બન્યા કડક, હવે આવ્યો કોર્ટનો નિર્ણય

તાજેતરમાં જ જેકી શ્રોફે પોતાના ડાયલોગ, અવાજ અને નામને લઈને કોર્ટનો સંપર્ક કર્યો હતો. એ જ રીતે, ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતાઓએ પણ આવા જ એક મામલાને લઈને કોર્ટનો સંપર્ક કર્યો છે. TMKOCના પાત્રો અને સંવાદોને લઈને YouTube અને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના મીમ્સ ફરતા હતા, જેમાંથી કેટલાક અશ્લીલ પણ હતા. જેના કારણે મેકર્સે કોર્ટનો સંપર્ક કર્યો હતો અને હવે દિલ્હી હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપતા કહ્યું છે કે, હવે જો કોઈ આવું કરશે તો તેને સજા થઈ શકે છે.

આ શો ટીવી પર 16 વર્ષથી ચાલી રહ્યો છે અને લગભગ 4,000 એપિસોડ રિલીઝ થયા છે. ઘણા લોકો અને કેટલીક વેબસાઈટ તેના પાત્રો, નામ અને ચિત્રોનો દુરુપયોગ કરીને પૈસા કમાઈ રહી છે. નિર્માતાઓએ દાવો કર્યો છે કે, શોના નામ પર અશ્લીલ સામગ્રી પણ આડેધડ ચાલી રહી છે. નિર્માતાઓએ કોર્ટમાં આવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી હતી. આ માગણી સાંભળીને જસ્ટિસ પુષ્કર્ણાએ ચુકાદો આપ્યો છે, જે મેકર્સ અને શોના પક્ષમાં છે.

નિર્માતાઓએ કોર્ટમાં કહ્યું છે કે, શોનું શીર્ષક 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા', 'તારક મહેતા', 'ઉલ્ટા ચશ્મા', 'ગોકુલધામ' જેવા શબ્દો અને નામો તેમના રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક પર કાનૂની અધિકાર ધરાવે છે. કેટલીક વેબસાઈટ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પાત્રોના ફોટા, લોગોમાં નામ, સંવાદો, પોસ્ટરો અને સ્ટીકરો વગેરે બનાવીને પૈસા કમાઈ રહ્યા છે અને નિર્માતાઓને આની સામે વાંધો છે.

14 ઓગસ્ટે આ દલીલો પર સુનાવણી કરતી વખતે કોર્ટે પોતાનો આદેશ આપ્યો છે અને આવું ન કરવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું છે કે, જો આનાથી સંબંધિત કોઈ વીડિયો કોઈપણ પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવે તો તેને 48 કલાકની અંદર હટાવી દેવામાં આવે. એવું કહેવામાં આવ્યું છે કે, જો તેને દૂર કરવામાં નહીં આવે તો તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

આ સમાચાર શેર કરો