VIDEO: બ્રાઈડલ એન્ટ્રી વખતે સોનાક્ષી થઈ ઈમોશનલ, ફૂલોની ચાદર ઊંચકી આ બોલિવૂડ એકટરે મેળવી લાઈમ લાઇટ
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વા

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તે જ સમયે, લગ્નના રિસેપ્શનની ચર્ચાઓ પણ જોરમાં છે. આ દરમિયાન કોર્ટ મેરેજ માટે અભિનેત્રીની બ્રાઈડલ એન્ટ્રીનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેત્રીને ફૂલોની ચાદર નીચે એન્ટ્રી કરતી જોઈ શકાય છે. પરંતુ આ ઇવેન્ટમાં સોનાક્ષીની સાથે અભિનેતા સાકિબ સલીમે ફૂલોની ચાદર ઊંચકી લાઈમ લાઇટ લૂંટી લીધી હતી. આ વીડિયોને ફેન્સનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.
જે વીડિયો સામે આવ્યો છે તેમાં સોનાક્ષી સિન્હા ફૂલોની ચાદર નીચે ચાલતી જોવા મળે છે. સાકિબ સલીમ અને અભિનેત્રીનો ભાઈ અભિનેત્રી માટે ફૂલોની ચાદર પકડેલા જોવા મળે છે. વીડિયોમાં અભિનેત્રી હસતી જોવા મળી રહી છે. પરંતુ તેની આંખોમાં લાગણી સ્પષ્ટ દેખાય છે.
https://www.instagram.com/reel/C8kKe4pKC1K
લુકની વાત કરીએ તો સોનાક્ષી સિંહાએ તેના લગ્નના ખાસ દિવસ માટે તેની માતાની જૂની સાડી પસંદ કરી હતી. હેવી ક્રીમ રંગની સાડીમાં પાછળનો બન ફૂલોના ગજરાથી શણગારવામાં આવ્યો હતો. જ્યારે વરરાજા ઝહીર ઈકબાલે સફેદ સૂટ પહેર્યો હતો.
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ સાત વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરતા આ વાતનો ખુલાસો કર્યો છે.






