VIDEO: “આ વાત એકાંતમાં…” મહિલા ફેનના પ્રપોઝલ પર Shah Rukh Khanએ આપ્યો ગજબ જવાબ!
હાલમાં જ મંગલુરુમાં યોજાયેલા એક ઇવેન્ટ દરમિયાન તેમનો એક મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ ફેન્સ તેમના રમૂજી અંદાજના જોરદાર વખાણ કરી રહ્યા છે.
મંગલુરુના આ ઇવેન્ટ દરમિયાન એક મહિલા ફેને શાહરૂખને કહ્યું કે તે તેમને પોતાના પતિ કરતાં પણ વધુ પ્રેમ કરે છે. આ સાંભળતા જ શાહરૂખ ખાન હસી પડ્યા અને તરત જ મજાકિયા અંદાજમાં બોલ્યા, ‘આ બધી વાતો એકાંતમાં કહેવી જોઈએ ને.’ તેમનો આ જવાબ સાંભળીને ત્યાં હાજર લોકો ખડખડાટ હસી પડ્યા હતા.
જો કે, ત્યારબાદ શાહરૂખે ખૂબ જ પ્રેમભર્યા અંદાજમાં વાતને સંભાળતા કહ્યું,
“હું તમારી ભાવનાઓને સમજું છું, અને મને ખાતરી છે કે તમારા પતિ પણ સમજતા હશે. હું તમારા બધાને પ્રેમ કરું છું… તમારા પતિને પણ અને તમારા પરિવારને પણ. ધન્યવાદ.”
શાહરૂખે ઇવેન્ટમાં પર્ફોર્મ કર્યું
આ ઇવેન્ટમાં શાહરૂખ ખાને પોતાના સુપરહિટ ગીતો પર પર્ફોર્મ પણ કર્યું હતું અને ફેન્સ સાથે ખૂબ વાતો કરી હતી. તેમણે કન્નડ ભાષામાં ‘નમસ્કારા’ કહીને બધાનું સ્વાગત કર્યું અને મંગલુરુના લોકોના પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો.
શાહરૂખે એ પણ જણાવ્યું કે તેમનું મંગલુરુ સાથે ખાસ કનેક્શન છે, કારણ કે તેમણે પોતાના બાળપણના કેટલાક વર્ષો અહીં જ વિતાવ્યા હતા.

