VIDEO: નીતા અંબાણીનું તેમની માતા સાથે જોવા મળ્યું ખાસ બોંડિંગ, આ રીતે વધાવ્યું મામેરું
હાલમાં અંબાણી પરિવાર તેમના નાના દિકર અનંત અંબાણીના લગ્નમાં વ્યસ્ત છે. સોશિયલ મીડિયા પર અનંત અંબાણ

હાલમાં અંબાણી પરિવાર તેમના નાના દિકર અનંત અંબાણીના લગ્નમાં વ્યસ્ત છે. સોશિયલ મીડિયા પર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સંબંધિત વિવિધ ઇવેંટના ફોટોથી છલકાઈ રહ્યું છે. હવે આનંતની મામેરાની વિધિ સંપન્ન થઈ છે. જેના ફોટો અને વીડિયો ઠેર-ઠેર જોવા મળી રહ્યા છે. આ સમારોહ બુધવારે (3 જુલાઈ)ના રોજ અનંત અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટિલિયામાં યોજાયો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલી ક્લિપમાં વરરાજાની માતા નીતા અંબાણી તેની માતા પૂર્ણિમા દલાલ સાથે કેટલીક ધાર્મિક વિધિઓ કરતી જોવા મળે છે. તે માતાના કપાળ પર તિલક લગાવીને તેમના આશીર્વાદ લેતી જોવા મળે છે. તે તેમને મીઠાઈ પણ ખવડાવી રહી છે. નીતા અંબાણી અને પૂર્ણિમા દલાલનો આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંનેનું ખાસ બોન્ડ જોવા મળી રહ્યું છે. વીડિયોમાં નીતા ઉપરાંત મુકેશ અંબાણી, તેમની દીકરી ઈશા અંબાણી અને વહુ શ્લોકા મહેતા પણ જોવા મળી રહ્યા છે.
નીતા અંબાણીની માતા પૂર્ણિમા દલાલનો વીડિયો અહીં જુઓ:
નીતા અંબાણી અને પૂર્ણિમા દલાલનું ખાસ બોન્ડ અનંત-રાધિકાની 'મામેરુ' સેરેમનીમાં જોવા મળે છે. બંનેનો આ ખાસ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મામેરુ, જેને મોસાળુ તરીકે પણ ઓળખવામાં આવે છે. મામેરુ એટલે મામાના ઘરેથી ભાણિયા માટે લગ્નની ભેટ આપવામાં આવતો પ્રસંગ. મામેરા વિધિ દરમિયાન, મામા ભાણિયા કે ભાણી માટે મીઠાઈઓ અને લગ્નની વિવિધ ભેટ લઈને આવે છે. એ જ રીતે નીતા અંબાણીની માતા પૂર્ણિમા દલાલ અને તેમની બહેન મમતા દલાલ લગ્ન પહેલા ભાણિયા અનંત માટે ભેટ અને મીઠાઇ સાથે આશીર્વાદ આપવા એન્ટિલિયા પહોંચ્યા.
અનંત-રાધિકાના મામેરામાં ચમક્યા સિતારા
અનંત અને રાધિકાના મામેરાની વિધિમાં જ્હાનવી કપૂર સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. જ્હાન્વી તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે સ્થળ પર પહોંચતી જોવા મળી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત-રાધિકાના લગ્ન સમારોહ 13 જુલાઈએ મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થશે.
અનંત-રાધિકાના લગ્ન
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણી શુક્રવાર, 12 જુલાઈથી શરૂ થશે અને 14 જુલાઈ સુધી ચાલશે. ડ્રેસ કોડ ભારતીય પરંપરાગત હશે. 12 જુલાઈના રોજ લગ્નની વિધિ શરૂ થશે, 13 જુલાઈના રોજ શુભ આશીર્વાદનો દિવસ હશે. 14મી જુલાઈના રોજ મંગલ ઉત્સવ એટલે કે લગ્નનું રિસેપ્શન હશે. વેડિંગ રિસેપ્શન પાર્ટીનો ડ્રેસ કોડ ભારતીય ચીકનો હશે. આ તમામ ફંક્શન BKCના Jio વર્લ્ડ સેન્ટરમાં આયોજિત કરવામાં આવશે. અનંત અને રાધિકાના લગ્ન 12 જુલાઈએ મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં થશે.








