VIDEO/ દુર્ગા પૂજા દરમિયાન જયા બચ્ચન-રાની મુખર્જી વચ્ચે જામી બેઠક, ચાહકો કેમ થયા ગુસ્સે?
દુર્ગા પૂજામાં બોલિવૂડ સ્ટાર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. જયા બચ્ચન અને રાની મુખર્જીન

દુર્ગા પૂજામાં બોલિવૂડ સ્ટાર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. જયા બચ્ચન અને રાની મુખર્જીનો વીડિયો વાયરલ થયા બાદ ચાહકોએ ઐશ્વર્યા રાય બચ્ચનની ગેરહાજરી પર સવાલો ઉઠાવ્યા હતા. કાજોલના વર્તનની પણ ચર્ચા થઈ રહી છે.
બોલિવૂડમાં વિજયાદશમીની ખૂબ જ ઉજવણી કરવામાં આવે છે. તમામ સ્ટાર્સ દુર્ગા પૂજામાં વ્યસ્ત છે. કાજોલ અને રાની મુખર્જીના નેતૃત્વમાં મુંબઈના દુર્ગા પંડાલે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ દુર્ગા પંડાલમાં ખૂબ જ મજા, હાસ્ય અને પૂજાનો માહોલ જોવા મળ્યો હતો.
રાની મુખર્જી, જયા બચ્ચન અને તેની પુત્રી શ્વેતા નંદાનો દુર્ગા પંડાલમાં બેસીને વાતો કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જયા બચ્ચન બધાને સાંભળતી અને હસતી જોવા મળે છે. વીડિયો સાથે કેપ્શન આપવામાં આવ્યું છે કે તેઓ બધા સાથે બેસીને ગપસપ કરી રહ્યાં છે.
11 ઓક્ટોબરે અમિતાભ બચ્ચન 81 વર્ષના થયા. જયા બચ્ચન જન્મદિવસ નિમિત્તે દુર્ગા માના આશીર્વાદ લેવા પંડાલમાં પહોંચી હતી. ગોલ્ડન કલરની સાડી પહેરેલી જયાની સાથે શ્વેતા પણ સફેદ અને મરૂન કલરની સાડીમાં હાજર હતી. તેમની વાતચીતનો વીડિયો વાયરલ થયો છે અને ઐશ્વર્યા રાય બચ્ચનના ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે.
જયા બચ્ચન અને રાની મુખર્જી, ઐશ્વર્યા રાય બચ્ચનની ગેરહાજરીમાં થઈ રહેલી વાતચીતથી નેટીઝન્સ નારાજ છે. એક સમયે રાની મુખર્જીને રિજેક્ટ કરનાર જયા બચ્ચન હવે તેની સાથે ગોસિપ કરી રહી છે. પૈસાથી બધું થઈ જાય છે. ઐશ્વર્યા રાય બચ્ચને તેમનું શું બગડયું હતું? એક સારી છોકરીની જિંદગી સાથે રમત રમી છે, ચાહકો આવી ટિપ્પણી કરી રહ્યા છે. જયાએ રાની મુખર્જીને જ ઘરની વહુ બનાવવી જોઈતી હતી, જયાને ઐશ્વર્યા શરૂઆતથી જ પસંદ નહોતી, શ્વેતા બધે જ કેમ સાથે ફરે છે? એક ઘર તોડીને તે દુર્ગા પૂજામાં આવી છે, શ્વેતા તેના સાસરિયાનું ઘર છોડી કાયમ માટે પિયરમાં જ આવી ગઈ છે. નેટીઝન્સ એવી ટિપ્પણીઓ કરી રહ્યા છે.
ઉત્તર મુંબઈનો દુર્ગા પંડાલ છેલ્લા 8 દિવસથી ચર્ચામાં છે. રણબીર કપૂર, આલિયા ભટ્ટ, જયા બચ્ચન, શ્વેતા નંદા, રિયા ચક્રવર્તી સહિત ઘણા સ્ટાર્સ આ દુર્ગા પંડાલની મુલાકાત લઈ રહ્યાં છે. કાજોલના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. કાજોલ ભક્તો પર બૂમો પાડવા અને ગુસ્સે થવાને કારણે ટ્રોલ થઈ રહી છે. લોકો તેમને બીજી જયા બચ્ચન કહી રહ્યા છે.
જયા બચ્ચન પણ આ દિવસોમાં જ્યાં જાય છે ત્યાં ટ્રોલ થાય છે. તેનું કારણ છે અભિષેક અને ઐશ્વર્યા રાયના અલગ થવાના સમાચાર. બંને અલગ રહે છે અને ચાહકોનું માનવું છે કે તેનું કારણ જયા બચ્ચન અને શ્વેતા નંદા છે. જયા બચ્ચન તેમની પુત્રી સાથે કાર્યક્રમોમાં જોવા મળે છે, પરંતુ પુત્રવધૂ ઐશ્વર્યા સાથે જાહેર કાર્યક્રમોમાં આવતી નથી.








