VIDEO: કોલકત્તામાં મહિલાઓ કેટલી સુરક્ષિત? ફેમસ એક્ટ્રેસ પર રસ્તા વચ્ચે થયો હુમલો
કોલકાતામાં એક ટ્રેઇની ડૉક્ટર સાથે થયેલી બર્બરતા પર આખા દેશમાં ગુસ્સો જોવા મળે છે. આ દરમિ

કોલકાતામાં એક ટ્રેઇની ડૉક્ટર સાથે થયેલી બર્બરતા પર આખા દેશમાં ગુસ્સો જોવા મળે છે. આ દરમિયાન કોલકાતાથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અને આશ્ચર્યજનક વાત એ છે કે આ ઘટના કોઈ સામાન્ય યુવતી સાથે નહીં પરંતુ બંગાળી મનોરંજન ઉદ્યોગની જાણીતી અભિનેત્રી પાયલ મુખર્જી સાથે બની છે. કોલકાતામાં, એક બાઇક સવારે પાયલ મુખર્જીની કાર પર હુમલો કર્યો અને તેના મુક્કાથી કારનો કાચ તોડી નાખ્યો અને પછી અભિનેત્રી પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો. આ ઘટના શુક્રવારે સાંજે દક્ષિણ કોલકાતાના સધર્ન એવેન્યુ વિસ્તારમાં બની હતી, જેની માહિતી ખુદ પાયલ મુખર્જીએ આપી હતી.
બંગાળી અભિનેત્રી પર રસ્તા વચ્ચે હુમલો
અભિનેત્રીએ ઘટના દરમિયાન જ લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કર્યું. એક્ટ્રેસની કાર પર હુમલો કરતી વખતે હુમલાખોરે કાચ તોડી નાખ્યો, જેના કારણે પાયલ ખરાબ રીતે ડરી ગઈ અને રડવા લાગી. પાયલે સોશિયલ મીડિયા પર આ ભયાનક ઘટનાની ઝલક બતાવી. વીડિયોમાં, પાયલ આઘાતજનક અનુભવને યાદ કરતી વખતે આંસુ લૂછતી જોઈ શકાય છે. તેણે કહ્યું કે આ અચાનક હુમલાથી તે ચોંકી ગઈ હતી. ઘટના સ્થળની તસ્વીરોમાં તેની કારની બારીના તૂટેલા કાચ પણ દેખાય છે. આ સાથે અભિનેત્રીએ હુમલાખોરની બાઇકની વિગતો પણ શેર કરી છે.
પાયલ મુખર્જીએ તેની આપવીતી જણાવી હતી
આ દરમિયાન પાયલ કોલકાતામાં મહિલાઓની સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠાવતી જોવા મળે છે. અભિનેત્રી કહે છે કે તેની પાછળ આવેલા બાઇક સવારે તેને પહેલા કારની બારી ખોલવાનું કહ્યું, પરંતુ છેડતીના ડરથી તેણે બારી ખોલવાની ના પાડી. જે બાદ હુમલાખોરે તેની કારની બારી પર મુક્કો માર્યો અને કાચ તોડી નાખ્યો અને કારની અંદર સફેદ પાઉડર જેવી વસ્તુ ફેંકી દીધી. કાચના ટુકડા તેના આખા શરીર પર અથડાયા. આ વીડિયો પોસ્ટ કરતી વખતે, તેણે મદદ માટે કોલકાતા પોલીસને ટેગ કર્યું, જે પછી પોલીસ એક્શનમાં આવી અને સ્થળ પર પહોંચી.
કોલકાતામાં પ્રદર્શન ચાલુ
પાયલ મુખર્જી સાથેની આ ઘટનાએ સમગ્ર બંગાળી ઈન્ડસ્ટ્રીને ચોંકાવી દીધી છે. અભિનેત્રીના સમર્થનમાં ઘણા સ્ટાર્સ બહાર આવ્યા અને કોલકાતાની ગલીઓમાં મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા. અભિનેત્રી પરનો આ હુમલો કોલકાતાના તંગ વાતાવરણ વચ્ચે થયો છે, જ્યાં આ દિવસોમાં નાગરિકો કોલકાતામાં ફરજ પરની એક તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાનો વિરોધ કરી રહ્યા છે અને મૃતક માટે ન્યાયની માંગ કરી રહ્યા છે.








