મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'છાવા'ના સેટ પરથી થયો વાયરલ વિકીનો ફોટો, કપાળમાં તિલક લગાવી અલગ જ અંદાજમાં જોવા મળ્યો

બોલિવૂડ એક્ટર વિકી કૌશલે તેની પ્રતિભા અને અદભુત એક્ટિંગ સ્કિલ્સને કારણે ખૂબ જ ઓછા સમયમા

'છાવા'ના સેટ પરથી થયો વાયરલ વિકીનો ફોટો, કપાળમાં તિલક લગાવી અલગ જ અંદાજમાં જોવા મળ્યો

બોલિવૂડ એક્ટર વિકી કૌશલે તેની પ્રતિભા અને અદભુત એક્ટિંગ સ્કિલ્સને કારણે ખૂબ જ ઓછા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં મજબૂત ઓળખ બનાવી છે. વિકી કૌશલ અત્યારે તેની આગામી ફિલ્મ છાવા માટે ખૂબ જ ચર્ચામાં છે. હવે 'છાવા'ના સેટ પરથી વિકી કૌશલના ડેશિંગ લુકની તસવીરો વાયરલ થઈ છે, જેને જોઈને ફિલ્મ રસિતોનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો છે. કારણ કે, વાયરલ ફોટામાં વિકી કૌશલ મોટી દાઢી અને લાંબા વાળ તેમજ ધોતી-કુર્તામાં અદભુત અવતારમાં જોવા મળી રહ્ય છે.

'છાવા'ના સેટ પરથી વિકી કૌશલના ફોટા વાયરલ થયા

'છાવા'ના સેટ પરથી સામે આવેલી તસવીરોમાં વિકી કૌશલનો અવતાર જોવા જેવો છે. એક્ટર મોટી દાઢી, લાંબા વાળ, ગળામાં માળા અને ધોતી-કુર્તા પહેરીને જંગલમાં ફરતો જોવા મળે છે. વિકી કૌશલની તસવીરો 'છાવા'ના સેટ પરથી હોવાના કારણે ઈન્ટરનેટ પર હલચલ મચી ગઈ છે. દરેક વ્યક્તિ એક્ટરની અપકમિંગ ફિલ્મ અને તેના લુક વિશે વાત કરી રહ્યા છે.

વિકી કૌશલનું પાત્ર

અહેવાલો અનુસાર, વિકી કૌશલ ફિલ્મ 'છાવા'માં છત્રપતિ શિવાજી મહારાજના મોટા પુત્ર છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવતો જોવા મળશે. જોકે, 'છાવા'ના પાત્ર અને સ્ટોરીને લઈને વિકી કૌશલ અથવા મેકર્સ તરફથી કોઈ પુષ્ટિ મળી નથી.

વિકી કૌશલ મૂવીઝ

વિકી કૌશલના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, એક્ટર છેલ્લે ફિલ્મ 'સામ બહાદુર'માં સિલ્વર સ્ક્રીન પર જોવા મળ્યો હતો. વિકી કૌશલને 'સામ બહાદુર' માટે ખૂબ પ્રશંસા મળી હતી. સામ બહાદુર પછી વિકી કૌશલની બકેટ લિસ્ટમાં 'છાવા' અને સંજય લીલા ભણસાલીની 'લવ એન્ડ વોર'નો સમાવેશ થાય છે.

આ સમાચાર શેર કરો