વરુણ ધવનની એક્શન ફિલ્મ 'બેબી જોન'ની રિલીઝ ડેટ લંબાઈ, જાણો ક્યારે રિલીઝ થશે?
વરુણ ધવનની એક્શન થ્રીલર ફિલ્મ "બેબી જ્હોન"ની દર્શકો આતુરતાથી રા

વરુણ ધવનની એક્શન થ્રીલર ફિલ્મ "બેબી જ્હોન"ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા રહ્યા છે. જોકે, હવે આ ફિલ્મ પર આવેલી નવી અપડેટ ફેન્સનું દિલ તોડી શકે છે.
વરુણ ધવને વર્ષ 2024ની શરૂઆતમાં તેની આગામી એક્શન થ્રીલર ફિલ્મ 'બેબી જ્હોન' વિશેના રોમાંચક સમાચાર આપ્યા હતા. પ્રતિભાશાળી નિર્દેશક એટલીના નેતૃત્વમાં આ ફિલ્મ પહેલા 31મે ના રોજ રીલીઝ થવાની હતી. જો કે, તેવી અફવાહોએ જોર પકડ્યું છે કે ફિલ્મ રિલિઝની તારીખ આગળ ખેંચાઇ શકે છે. ફિલ્મ રીલીઝ પર સામે આવેલા આ સમાચાર વરુણના ફેન્સને ઝટકો લાગી શકે છે.
'બેબી જ્હોન'ની રિલીઝ ડેટ મોકૂફ!
વરુણ ધવનની ફિલ્મ 'બેબી જ્હોન' વિશે એવી માહિતી છે કે તેની રિલીઝ ઓરિજિનલ શેડ્યૂલથી એક કે બે મહિના લંબાવવામાં આવી શકે છે. તાજેતરના અહેવાલો અનુસાર, બેબી જોન જૂન અથવા જુલાઈ મહિનામાં રિલીઝ થવાની સંભાવના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'બેબી જોન'ની રિલીઝ ડેટ હજુ નક્કી કરવામાં આવી નથી. જો કે, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ કદાચ જૂન અથવા જુલાઈ મહિનામાં સિનેમાઘરોમાં આવશે. જો કે, આ સમાચારની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
રિલીઝ ડેટમાં વિલંબનું કારણ
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે આ રોમાંચક એક્શન ફિલ્મમાં વિલંબ મુખ્યત્વે અધૂરા પ્રોડક્શન અને પોસ્ટ પ્રોડક્શનના કામને કારણે છે. ઑગસ્ટ 2023 થી 75 દિવસ (લગભગ અઢી મહિના) થી વધુ સમય માટે પ્રોડક્શનમાં હોવા છતાં, હજુ પણ લગભગ 10-12 દિવસનું શૂટિંગ બાકી છે. આશા છે કે ફિલ્મ એપ્રિલના અંત સુધીમાં પૂરી થઈ જશે. તે પછી, એક લાંબી પોસ્ટ-પ્રોડક્શન પ્રક્રિયા શરૂ થશે, જે પ્રારંભિક પ્રકાશન તારીખને વળગી રહેવું ખૂબ મુશ્કેલ બનાવે છે.
'બેબી જોન'નું નિર્માણ, સ્ટારકાસ્ટ
'બેબી જ્હોન' મુરાદ ખેતાણી અને એટલીનો સંયુક્ત પ્રયાસ છે. આ ફિલ્મમાં વરુણ ધવન લીડ રોલમાં છે. આ સિવાય વામિકા ગબ્બી અને કીર્તિ સુરેશ પણ મજબૂત ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મથી કીર્તિ સુરેશ બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. આ ફિલ્મ Jio સ્ટુડિયો, Atlee's A for Apple Studios અને Cine1 Studiosના બેનર હેઠળ બની રહી છે. 'બેબી જોન'ના દિગ્દર્શનની જવાબદારી એ. કાલિશ્વરને સંભાળ્યું છે.








