વરુણ-નતાશાએ જન્મના 5 મહિના પછી દિવાળીના દિવસે જાહેર કર્યું દીકરીનું નામ, જાણો તેનો અર્થ
વરુણ ધવન અને નતાશા દલાલે જન્મના 5 મહિના બાદ પોતાની દીકરીનું નામ જાહેર કર્યું છે. નવા માતા

વરુણ ધવન અને નતાશા દલાલે જન્મના 5 મહિના બાદ પોતાની દીકરીનું નામ જાહેર કર્યું છે. નવા માતા-પિતાએ સુંદર નાનકડી એન્જલનું નામ લારા ધવન રાખ્યું છે. અભિનેતાએ દિવાળીના દિવસે આ નામ જાહેર કર્યું હતું. જે બાદ ફેન્સ દીકરી પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે અને તેના માતા-પિતાને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે.
આ પણ વાંચોઃ- જગમગતા દીવાની થાળી પકડેલી જોવા મળી પરિણીતિ, બોલિવૂડ સ્ટાર્સે આ રીતે કરી દિવાળીની ઉજવણી
લારાનો અર્થ શું છે?
લારા લેટિન ગ્રીકમાં એક રશિયન શબ્દ છે. જેનો અર્થ થાય છે સુંદર અને તેજસ્વી. જોકે, આ શબ્દનો વિવિધ સંસ્કૃતિઓમાં અલગ અર્થ છે. જ્યારે રોમનમાં આ શબ્દનો અર્થ અપ્સરા અને દેવતાઓનો દૂત થાય છે. જ્યારે ગ્રીકમાં તેનો અર્થ દેવતાઓનો દૂત થાય છે.
નતાશા-વરુણ 3 જૂને માતા-પિતા બન્યા હતા
નતાશા અને વરુણ ધવન 3 જૂને માતા-પિતા બન્યા હતા. તે સમયે આ બંને સેલેબ્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. પોસ્ટમાં લખ્યું હતું- 'અમારી લાડલી દીકરી આવી છે. તમારી શુભકામનાઓ બદલ આપ સૌનો આભાર.
પરિવાર સાથે ઉજવી દિવાળી
આ અવસર પર વરુણ ધવને પોતાના આખા પરિવાર સાથે દિવાળી સેલિબ્રેશનની તસવીરો પણ શેર કરી હતી. તસવીરોમાં વરુણે હળવા રંગનો કુર્તો પહેર્યો છે જ્યારે નતાશા ગુલાબી રંગનો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. તેની સાથે ડેવિડ ધવન પણ જોવા મળ્યો હતો. દરેક સાથે તસવીરો શેર કરતી વખતે અભિનેતાએ કેપ્શનમાં દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.
પ્રમોશનમાં વ્યસ્ત અભિનેતા
આ દિવસોમાં વરુણ ધવન તેની મચઅવેટેડ સીરિઝ 'સિટાડેલ-હની બની'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે તાજેતરમાં જ અમિતાભ બચ્ચનના ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’માં પણ જોવા મળ્યો હતો. આ દરમિયાન બિગ બીએ વરુણને તેની દીકરીનું નામ પણ પૂછ્યું હતું પરંતુ અભિનેતાએ કહ્યું હતું કે, તેણે હજુ સુધી નામ જાહેર કર્યું નથી.








