મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

સૈફ પર હુમલા અંગેના પ્રશ્નને અવગણીને ઉર્વશી રૌતેલાએ ફ્લોન્ટ કરી રોલેકસ, ટ્રોલ થયા બાદ માંગી માફી

સૈફ અલી ખાન પર થયેલા જીવલેણ હુમલાએ બોલિવૂડને હચમચાવી નાખ્યું છે. હુમલાખો

સૈફ પર હુમલા અંગેના પ્રશ્નને અવગણીને ઉર્વશી રૌતેલાએ ફ્લોન્ટ કરી રોલેકસ, ટ્રોલ થયા બાદ માંગી માફી

સૈફ અલી ખાન પર થયેલા જીવલેણ હુમલાએ બોલિવૂડને હચમચાવી નાખ્યું છે. હુમલાખોર સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘરમાં ઘૂસી ગયો અને તેણે અભિનેતાના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. આ દરમિયાન, ઘણા બોલિવૂડ સ્ટાર્સે સૈફ પર થયેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જ્યારે ઘણા સ્ટાર્સ અભિનેતાની હાલત જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ, જ્યારે ઉર્વશી રૌતેલાને આ અંગે પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેણે કંઈક એવું કર્યું જેના કારણે તે ટ્રોલર્સનું નિશાન બની અને હવે અભિનેત્રીએ પોતાની ભૂલ માટે માફી માંગી છે.

આ પણ વાંચો: હવે કેવી છે સૈફ અલી ખાનની હાલત? હોસ્પિટલ દ્વારા જાહેર કરાયું હેલ્થ અપડેટ

સૈફ પરના હુમલા અંગેના પ્રશ્નને અવગણવામાં આવ્યો

ANI સાથેના એક ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે ઉર્વશી રૌતેલાને સૈફ અલી ખાન પર થયેલા હુમલા વિશે પ્રશ્ન કરવામાં આવ્યો, ત્યારે અભિનેત્રી તેની રોલેક્સ ઘડિયાળ બતાવતી જોવા મળી. અભિનેત્રી પહેલા સૈફના સ્વાસ્થ્ય વિશે ચિંતા વ્યક્ત કરે છે અને અચાનક પોતાની લક્ઝરી ઘડિયાળ બતાવવાનું શરૂ કરે છે, જેના કારણે તે ટ્રોલનો શિકાર બની જાય છે.

ઉર્વશીએ પોતાની ગિફ્ટ ફ્લોન્ટ કરી

જ્યારે ઉર્વશીને સૈફ અલી ખાન પર થયેલા હુમલા વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેત્રીએ જવાબ આપ્યો- 'મેં હમણાં જ વાંચ્યું કે તે સ્વસ્થ થઈ ગયા છે. પણ, આ ખૂબ જ દુઃખદ છે. કેટલી કાળજી જરૂરી છે. તમે જ વિચારો ડાકુ મહારાજની સફળતા પર, મારી માતાએ મને આ હીરા જડિત રોલેક્સ ઘડિયાળ ભેટમાં આપી હતી અને મારા પિતાએ મને આ નાની ઘડિયાળ ભેટમાં આપી હતી. પરંતુ, આ બહાર પહેરીને અમે કોન્ફીડેન્ટ ફિલ નહીં કરીએ. મને આ પહેરીને બહાર જવામાં ખૂબ ડર લાગે છે.' વીડિયો સામે આવતાની સાથે જ ઉર્વશીનું ટ્રોલિંગ શરૂ થઈ ગયું. હવે અભિનેત્રીએ આ અંગે માફી માંગી છે.

ઉર્વશી રૌતેલાની પોસ્ટ

અભિનેત્રીએ લખ્યું- 'પ્રિય સૈફ અલી ખાન સર, મને આશા છે કે આ પોસ્ટ તમને વધુ મજબૂત બનાવશે. હું ખૂબ જ દુઃખી હૃદય અને અપરાધભાવ સાથે આ લખી રહી છું. મને અત્યાર સુધી ખબર નહોતી કે તમારી સાથે શું થયું. મારી ફિલ્મ ડાકુ મહારાજની સફળતાની ઉજવણી કરી રહી છું તે જોઈને મને ખૂબ જ શરમ આવે છે. તમે કઈ સ્થિતિમાં છો તે જાણ્યા વિના હું આમ કરી રહી છું. મને માફ કરો. તમને અવગણવા અને આટલા અસંવેદનશીલ બનવા બદલ મને માફ કરજો.'

મારા વર્તન માટે હું માફી માંગુ છું - ઉર્વશી

'જ્યારે મને આ બાબતની ગંભીરતાનો ખ્યાલ આવ્યો, હું ખૂબ જ દુઃખી થઈ ગઈ. હું તમારી હિંમત અને સહનશીલતાને નમન કરું છું અને મારા વર્તન માટે ખૂબ જ દિલગીર છું. જો હું કોઈપણ રીતે મદદ કે સમર્થન કરી શકું તો કૃપા કરીને કહેતા અચકાશો નહીં. મારા વર્તન માટે હું ફરી એકવાર તમારી માફી માંગુ છું.' જોકે, આ પોસ્ટ પછી પણ, અભિનેત્રી ટ્રોલ્સનું નિશાન બની રહી છે. કારણ કે, આ પોસ્ટમાં પણ ઉર્વશી પોતાની ફિલ્મ ડાકુ મહારાજનો ઉલ્લેખ કરવાનું નથી ભૂલી.

આ સમાચાર શેર કરો