મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'બાથરૂમ વીડિયો' લીક થયા બાદ સામે આવ્યું ઉર્વશી રૌતેલાનું રિએક્શન, કહ્યું...

ઉર્વશી રૌતેલા છેલ્લા કેટલાક સમયથી તેના એક વીડિયોને લઈને ચર

'બાથરૂમ વીડિયો' લીક થયા બાદ સામે આવ્યું ઉર્વશી રૌતેલાનું રિએક્શન, કહ્યું...

ઉર્વશી રૌતેલા છેલ્લા કેટલાક સમયથી તેના એક વીડિયોને લઈને ચર્ચામાં છે. આ વીડિયો તેના માટે ખૂબ જ પ્રાઇવેટ હતો. પરંતુ ઉર્વશીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ વાયરલ થઈ રહ્યો છે. હવે અભિનેત્રીએ આ લીક થયેલા બાથરૂમ વીડિયો વિશે સત્ય જણાવ્યું છે.

ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ફેન્સ માટે તેના ફોટા અને વીડિયો પરથી નજર હટાવવી મુશ્કેલ બની જાય છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા રહે છે. તાજેતરમાં જ અભિનેત્રીનો બાથરૂમનો વીડિયો પણ સામે આવ્યો હતો. આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ શેર કરવામાં આવ્યો હતો. કેટલાક લોકો તેને પબ્લિસિટી સ્ટંટ પણ ગણાવી રહ્યા હતા. હવે અભિનેત્રીએ પોતે આ વીડિયોની સત્યતા જણાવી છે.

અપકમિંગ ફિલ્મની પોસ્ટ કરી શેર

ઉર્વશીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની અપકમિંગ ફિલ્મ ‘ઘુસપૈઠિયા’ની એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં ઉર્વશી રૌતેલા જોવા મળી રહી છે. આ પોસ્ટરની સાથે અભિનેત્રીએ કેપ્શન આપ્યું હતું કે, અહીં કોઈ સુરક્ષિત નથી, ન અમે, ન તમે, ન અમારા રહસ્યો! આ પોસ્ટની સાથે ઉર્વશી રૌતેલાએ પોતાની ફિલ્મના ટ્રેલરની રિલીઝ વિશે પણ માહિતી આપી હતી.

જાણો શું છે વીડિયોનું સત્ય

હાલમાં જ ઉર્વશીએ આ વીડિયોનું સત્ય જાહેર કર્યું છે. જે વીડિયો સામે આવ્યો છે તેના વિશે તેણે કહ્યું કે, તે મારી અંગત ક્લિપ નથી અને તે ફિલ્મ ‘ઘુસપૈઠિયા’નો એક સીન છે. અભિનેત્રીએ એમ પણ કહ્યું કે, હું હંમેશા એવું માનું છું કે આવું ક્યારેય કોઈ છોકરી સાથે ન થાય. જોકે, ઉર્વશીના આવા નિવેદનો પછી લોકો તેના પર ખુલ્લેઆમ કોમેન્ટ પણ કરી રહ્યા છે. જો ઉર્વશીની અપકમિંગ ફિલ્મ ‘ઘુસપૈઠિયા’ની વાત કરીએ તો તે 9 ઓગસ્ટના રોજ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. તેની ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફેન્સ ઘણીવાર તેના વિશેના દરેક અપડેટ અને ખુલાસા વિશે જાણવાની રાહ જોતા હોય છે.

આ સમાચાર શેર કરો