ઉર્વશી રૌતેલાની આંગળી પર નાનો કટ આવતા હોસ્પિટલાઇઝ્ડ, મળ્યા એક લાખ ગુલાબ તો થઈ ટ્રોલ
ઉર્વશીએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડ

ઉર્વશીએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે પોતાના હાથ પર થયેલી ઈજા બતાવી રહી છે. તેના હાથની આંગળી પર એક નાનકડો કટ થયો છે. જેના કારણે તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. કેટલાક ફેન્સ તેના સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. તો કેટલાક યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, તેને નાનકડા કટના લીધે આ હોસ્પિટલમાં એડમિટ થઈ છે.
હોસ્પિટલમાં ઉર્વશી રૌતેલા
તેણે કેપ્શનમાં લખ્યું- મારા માટે પ્રાર્થના કરો. બીજા વીડિયોમાં તે બતાવી રહી છે કે તેના ફેન્સે તેના માટે એક લાખ ગુલાબ મોકલ્યા છે. તે ગુલાબની વચ્ચે બેસીને પોઝ આપતી જોવા મળે છે. કેપ્શનમાં તેણે લખ્યું- મારા ફેન્સ તરફથી 1 લાખ લક્ઝરી ગુલાબ.
યુઝર્સે કરી હતી ઉર્વશીને ટ્રોલ
ઉર્વશીની પોસ્ટ જોયા બાદ યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- પહેલી ભારતીય અભિનેત્રી જેણે પબ્લિસિટી સ્ટંટ માટે 1 લાખ ગુલાબ ખરીદ્યા. એક યુઝરે લખ્યું- બધા ગુલદસ્તાનું રેપર એકસરખું કેમ છે? શું બધા ફેન્સ એક જ દુકાનમાં ગયા અને એક જ જેવું બુકે મળ્યું? જ્યારે એક યુઝરે લખ્યું- પહેલી સાઉથ એશિયન અભિનેત્રી, જેને પોતાની PR ટીમ તરફથી એક લાખ ગુલાબ મળ્યા. એક યુઝરે તો એમ પણ લખ્યું કે, અભિનેત્રી પહેલી ભારતીય અભિનેત્રી છે જેણે પોતાની આંગળી પર નાનો કટ આવ્યા બાદ આટલો ડ્રામા ક્રિએટ કર્યો છે.
વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ‘NBK109’, ‘બ્લેક રોઝ’, ‘વેલકમ ટુ ધ જંગલ’ અને ‘કસૂર 2’માં જોવા મળશે. તેની ફિલ્મ બ્લેક રોઝ તેલુગુ ભાષામાં છે.






