મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

10 વર્ષ નાના પતિથી છૂટછેડા લેશે ઉર્મિલા માતોંડકર, 8 વર્ષ પહેલા જ કર્યા હતા લગ્ન

બોલિવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે મુંબઈની કોર્ટમાં પતિ મોહસીન અખ્તર મીર સ

10 વર્ષ નાના પતિથી છૂટછેડા લેશે ઉર્મિલા માતોંડકર, 8 વર્ષ પહેલા જ કર્યા હતા લગ્ન

બોલિવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે મુંબઈની કોર્ટમાં પતિ મોહસીન અખ્તર મીર સાથે છૂટાછેડા લેવાની અરજી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીએ તેના લગ્નના 8 વર્ષ બાદ આ નિર્ણય લીધો છે. જોકે, છૂટાછેડા પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ એટલું જ કહેવામાં આવી રહ્યું છે કે, અભિનેત્રીએ આ નિર્ણય ખૂબ વિચાર-વિમર્શ પછી લીધો છે અને મુંબઈ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે, અભિનેત્રીએ વર્ષ 2016માં લગ્ન કર્યા હતા. તે સમયે તેના લગ્નને લઈને ઘણી ચર્ચા થઈ હતી.

રંગીલા, જુદાઈ, સત્ય, ભારતીય જેવી ઘણી હિટ ફિલ્મો આપનાર ઉર્મિલા માતોંડકર પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. તેણે ફેબ્રુઆરી 2016માં કાશ્મીરના રહેવાસી મોહસીન અખ્તર સાથે લગ્ન કર્યા હતા. મોહસીન અને ઉર્મિલા વચ્ચે ઉંમરમાં 10 વર્ષનો તફાવત હતો. મોહસીન ઈસ્લામનો અનુયાયી છે અને ઉર્મિલા મુંબઈની હિંદુ રહેવાસી છે, જ્યારે બંનેએ લગ્ન કર્યા ત્યારે તેમના ધર્મને લઈને સવાલો ઉભા થયા હતા. જોકે, ઉર્મિલાએ આ બધી બાબતોને અવગણીને મોહસીનને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યો.

ઉર્મિલા અને મોહસીન 8 વર્ષથી સાથે રહ્યા હતા, આ દંપતીને કોઈ સંતાન નથી. તેમના છૂટાછેડાના સમાચારે ફેન્સને ચોંકાવી દીધા છે, તે કેટલું સાચું છે અને તેની પાછળનું કારણ શું છે તે જાણવાનું બાકી છે.

આ સમાચાર શેર કરો