મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

ઉર્ફી જાવેદનો નવો લુક સોશિયલ મીડિયા પર થયો વાયરલ, લોકોએ કહ્યું, 'આ ફિલ્ટર...'

ઉર્ફી જાવેદ હંમેશા તેની વિચિત્ર ફેશન સેન્સ માટે ચર્ચમાં રહે છે. આજે પણ એવું જ થયું છે અભિનેત્રીએ તેના સોશિયલ મીડિય

ઉર્ફી જાવેદનો નવો લુક સોશિયલ મીડિયા પર થયો વાયરલ, લોકોએ કહ્યું, 'આ ફિલ્ટર...'

ઉર્ફી જાવેદ હંમેશા તેની વિચિત્ર ફેશન સેન્સ માટે ચર્ચમાં રહે છે. આજે પણ એવું જ થયું છે અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સેલ્ફી પોસ્ટ કરી છે જે ખૂબ જ જલ્દી વાયરલ થઈ રહી છે. આ  સેલ્ફીમાં અભિનેત્રીને બાલ્ડ અવતારમાં જોઈ શકાય છે, આ ફોટો જોઈને ફેન્સ દંગ રહી ગયા છે. પરંતુ શું ખરેખર ઉર્ફી જાવેદે વાળ કાપી નાખ્યા છે?

ફેન્સે નોંધ્યું કે ઉર્ફીએ કાં તો ફિલ્ટરનો ઉપયોગ કર્યો હતો અથવા તેની તસવીર ફોટોશોપ છે કારણ કે તેના ખભાની નજીક વાળ દેખાતા હોય તેવું લાગે છે. 

ઉર્ફી જાવેદનો આ લુક ઇન્ટરનેટ વાયરલ થઈ રહ્યો છે ત્યારે લોકોએ તેની પોસ્ટ પર કમેન્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું છે કે, "કહી ડો કે આ ફિલ્ટર છે." બીજા એક યુઝરે પણ લખ્યું છે કે, "મને આશા છે કે તે માત્ર એક ફિલ્ટર છે." અન્ય એક વ્યક્તિએ ઉમેર્યું, "વાહ, શું તમે ખરેખર આમ કર્યું છે?" એક કોમેન્ટમાં લખ્યું હતું, "ખૂબ જ ખરાબ ફોટોશોપ, લાંબા વાળ દેખાઈ રહ્યા છે." બીજાએ ઉમેર્યું, "ફિલ્ટર છે ખભા પાછળ વાળ દેખાય છે."

આ સમાચાર શેર કરો