Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Uncontrolled car rammed into actor's house, drunk driver in custody

VIDEO: એક્ટરના ઘરમાં ઘૂસી બેકાબૂ કાર, નશામાં ધૂત ચાલક કસ્ટડીમાં

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હૈદરાબાદ: હૈદરાબાદના ફિલ્મનગર વિસ્તારમાં એક બેકાબૂ કાર તેલુગુ અભિનેતા ધર્મા મહેશના ઘરના પ્રવેશદ્વાર સાથે અથડાઈ હતી. પ્રાથમિક તપાસ મુજબ કાર ચલાવતો ડ્રાઇવર દારૂના નશામાં હતો. કાર ઘરના પ્રવેશદ્વાર પર લગાવેલી રેલિંગ સાથે અથડાતાં મિલકતને નુકસાન પહોંચ્યું હતું.

App Store

ઘટના બાદ અભિનેતા ધર્મા મહેશે ફિલ્મનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને કારમાં સવાર યુવકની અટકાયત કરી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં અકસ્માત બાદ કારનો આગળનો ભાગ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત જોવા મળે છે. આ ઘટના ગુરુવારે મોડી રાત્રે બની હતી.

માહિતી મુજબ, અકસ્માત બાદ ધર્મા મહેશના પરિવારજનોએ તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે કારમાં સવાર લોકો નશાની હાલતમાં હતા. 32 વર્ષીય ધર્મા મહેશ તેલુગુ ફિલ્મો 'ડ્રિંકર સાઈ' અને 'સિંધૂરમ'માં ભજવેલા પાત્રો માટે જાણીતા છે. તેઓ ફિલ્મો ઉપરાંત ફૂડ બિઝનેસ સાથે પણ સંકળાયેલા છે.