Thalapathy Vijay અને Trishaના બ્રેકઅપની ચર્ચા! એક્ટરના 52મા બર્થડે પર ત્રિશા મૌન, ઇન્સ્ટાગ્રામ પર પણ કર્યો અનફોલો

તાજેતરમાં જ તમિલનાડુના મુખ્યમંત્રી બનેલા વિજય અને ત્રિશાનો સંબંધ છેલ્લા કેટલાક સમયથી ભારે ચર્ચામાં રહ્યો છે. તેમના સંબંધોને લઈને ચાલી રહેલી અફવાઓ વચ્ચે એક્ટર વિજયની જીત અને મુખ્યમંત્રી બનવા દરમિયાન ત્રિશાનું જાહેરમાં તેમના ઘરે પહોંચવું, આ બાબતોએ લોકોની ઉત્સુકતા વધુ વધારી દીધી હતી. પરંતુ હવે બંનેના બ્રેકઅપની અફવાઓએ જોર પકડ્યું છે.
ત્રિશા અને થલપતિ વિજયના બ્રેકઅપની અફવાઓ
એક્ટર વિજયના મુખ્યમંત્રી બનવાની સાથે સાથે અભિનેત્રી ત્રિશા ક્રિષ્નન પણ સતત સમાચારોમાં રહી છે. બંનેના અફેરની ચર્ચાઓ વચ્ચે તાજેતરમાં તેમની પત્ની સંગીતા સોર્નલિંગમ સાથે છૂટાછેડાની પ્રક્રિયા દરમિયાન સમાધાનના સમાચારો પણ સામે આવ્યા હતા. હવે આ આખી વાર્તામાં એક નવો વળાંક આવ્યો છે. ત્રિશા ક્રિષ્નનને લઈને એક ચોંકાવનારી વાત સામે આવી છે. ઇન્ટરનેટ પર આ વાતની ચર્ચા ખૂબ જ ઝડપી બની છે કે ત્રિશાએ ઇન્સ્ટાગ્રામ પર વિજયને અનફોલો કરી દીધો છે. લોકોનું ધ્યાન આ તરફ ત્યારે ગયું જ્યારે વિજયના 52મા જન્મદિવસ પર તમામ લોકોએ તેમને શુભેચ્છા પાઠવી, પરંતુ ત્રિશાનો કોઈ મેસેજ ક્યાંય જોવા મળ્યો નહીં.
તમિલનાડુના મુખ્યમંત્રી અને એક્ટર વિજયે 22 જૂન, 2026ના રોજ પોતાનો 52મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગ ખાસ હતો કારણ કે એક્ટરની લાઇફનો આ એવો પહેલો જન્મદિવસ હતો જે તેઓ મુખ્યમંત્રી બન્યા બાદ ઉજવી રહ્યા હતા. જ્યાં છેલ્લા કેટલાય વર્ષોથી ત્રિશા સતત તેમને જન્મદિવસની શુભેચ્છાઓ આપતી જોવા મળતી હતી, ત્યાં આ વખતે આટલા ખાસ પ્રસંગે અભિનેત્રીના મૌનથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. અહીંથી જ લોકોએ સવાલ પૂછવાનું શરૂ કર્યું કે આખરે ત્રિશા ક્યાં છે? જ્યાં દરેક સ્પેશિયલ પ્રસંગે ત્રિશા વિજયની સાથે ઊભેલી જોવા મળતી હતી, ત્યાં આ મૌનની સાથે બીજી એક મોટી વાત પણ સામે આવી છે.
ત્રિશાએ હવે થલપતિ વિજયને અનફોલો કરી દીધો છે
વાસ્તવમાં ત્રિશા ઇન્સ્ટાગ્રામ પર 300 સેલિબ્રિટીઝ અને પોતાના નજીકના લોકોને ફોલો કરે છે, જેમાં વિજયનું નામ નથી. એટલે કે એ સાફ છે કે ત્રિશાએ હવે તેમને અનફોલો કરી દીધો છે. જોકે, ત્રિશાના એકાઉન્ટ પર વિજય સાથેની જે તસવીરો છે, તે હજુ પણ મોજૂદ છે. આવામાં આખરે મામલો શું છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.
ત્રિશા અને વિજય તમિલ સિનેમાની ફેવરિટ જોડીઓમાંથી એક
અત્રે ઉલ્લેખનીય છે કે ત્રિશા અને વિજય તમિલ સિનેમાની સૌથી ફેવરિટ જોડીઓમાંથી એક રહ્યા છે. બંનેની કેમિસ્ટ્રી બ્લોકબસ્ટર ફિલ્મ 'ઘિલ્લી'થી લઈને 'લિયો' અને 'ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ (GOAT)' જેવી તાજેતરની ફિલ્મોમાં પણ ખૂબ જોવા મળી છે, જેનો જાદુ દર્શકો પર પણ ખૂબ ચાલ્યો હતો.
થલાપતિ વિજયના માતા પુત્ર અને પુત્રવધૂ વચ્ચે સમાધાન કરાવી રહ્યા છે?
બીજી તરફ, થોડા દિવસો પહેલા એવા સમાચાર આવ્યા હતા કે વિજય અને તેની પત્ની સંગીતા વચ્ચે સમાધાનના પ્રયાસો ચાલુ છે. હાલમાં છૂટાછેડાની સુનાવણી 7 ઓગસ્ટ સુધી ટાળી દેવામાં આવી છે જેથી પરિવારને પરસ્પર વાતચીત દ્વારા મામલો ઉકેલવાનો સમય મળી શકે. અહેવાલો અનુસાર, વિજયના માતા શોભા ચંદ્રશેખર બંને વચ્ચેના મતભેદો ઉકેલવામાં અને સમાધાન કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

