શું Trisha Krishnan બની Vijayના છૂટાછેડાનું કારણ? પત્નીએ લગાવ્યા ગંભીર આક્ષેપો

તમિલ સુપરસ્ટાર થલાપતિ વિજયના 27 વર્ષના લગ્નજીવનમાં ભંગાણના સમાચાર સામે આવ્યા છે. તેમની પત્ની સંગીતા સોર્નાલિંગે 2025 માં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી, જેમાં વિજય પર અભિનેત્રી સાથે અફેર હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
તમિલ સુપરસ્ટાર થલાપતિ વિજય અત્યારે પોતાની પર્સનલ લાઈફને લઈને વિવાદોમાં છે. રિપોર્ટ્સ અનુસાર, અભિનેતાના 27 વર્ષ જૂના લગ્ન તૂટવા જઈ રહ્યા છે. 2025 માં તેમની પત્ની સંગીતા સોર્નાલિંગે ચેંગલપટ્ટુ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી આપી હતી, જેમાં તેમણે પતિ પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. આ અરજીમાં તેમણે અન્ય એક અભિનેત્રી સાથે વિજયના અફેરની વાત પણ કહી છે. થલપતિના છૂટાછેડાના સમાચાર સામે આવ્યા બાદ લોકો તેમનું નામ તૃષા કૃષ્ણન સાથે જોડી રહ્યા છે.
શું તૃષા સાથે રિલેશનમાં છે વિજય?
થલાપતિ વિજયના છૂટાછેડાના સમાચાર વાયરલ થયા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેમનું તૃષા કૃષ્ણન સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર (લગ્નેતર સંબંધ) ચાલી રહ્યું છે. રિપોર્ટ્સ મુજબ, સંગીતાએ પોતાની પિટિશનમાં દાવો કર્યો છે કે વિજય એપ્રિલ 2021 થી કોઈ અભિનેત્રી સાથે રિલેશનશિપમાં છે.
સિંગર સુચિત્રાનું જૂનું નિવેદન વાયરલ
આ દરમિયાન સિંગર સુચિત્રાનું એક જૂનું નિવેદન ફરી ચર્ચામાં આવ્યું છે. 2024 માં જ્યારે વિજય અને તૃષા કૃષ્ણનના ફોટા વાયરલ થયા હતા, ત્યારે સુચિત્રાની ટિપ્પણીઓએ હંગામો મચાવ્યો હતો. સુચિત્રાએ કહ્યું હતું કે તેને તૃષા બિલકુલ પસંદ નથી. તે કોઈ પક્ષપાત વિના અભિપ્રાય આપશે કારણ કે તેને વિજય પસંદ છે.
તેણે વધુમાં કહ્યું હતું કે, "જ્યારે સફળ લોકો એકલા પડી જાય છે, ત્યારે તેમના જીવનમાં 'પેરાસાઈટ્સ' (પરજીવીઓ) ઘૂસી જાય છે. વિજયે તેના માતા-પિતા અને પત્નીથી અંતર બનાવી લીધું છે. તે એકલો છે પણ તેણે આત્મમંથન કર્યું નથી. જો તે રાજકારણમાં આવ્યો છે, તો તેના પિતા ચંદ્રશેખર તેને ગાઈડ કરી શકતા હતા. અન્યથા તે રાજકારણમાં કંઈ હાંસલ કરી શકશે નહીં. પિતાનો સપોર્ટ જરૂરી છે."
તૃષા કેમ બની 'વિલન'?
તૃષા અને વિજય વચ્ચે અફેરની અફવાઓ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી શરૂ થઈ હતી. અભિનેત્રીએ પોતાની એક સ્ટોરીમાં લખ્યું હતું કે, "જ્યારે તમે પ્રેમથી ભરેલા હોવ છો, ત્યારે તે એવા લોકોને કન્ફ્યુઝ કરી દે છે જેઓ બકવાસથી ભરેલા હોય છે." આ પછી તેણે અભિનેતા સાથે એક ફોટો શેર કર્યો હતો, જેમાં બંનેની નિકટતા સ્પષ્ટ દેખાતી હતી.
એક ઈવેન્ટમાં વિજયે તૃષાને "પ્રિન્સેસ" કહી હતી. આ પછી અભિનેત્રી સાથેના તેના સંબંધોની અટકળોને વધુ વેગ મળ્યો હતો. એવી પણ ચર્ચા છે કે વિજયના પરિવારે તેને તૃષાથી દૂર રહેવા કહ્યું હતું, પરંતુ તે માન્યો નહીં. જોકે બંનેએ હંમેશા એકબીજાને સારા મિત્ર ગણાવ્યા છે. હવે ફેન્સ તૃષાને વિજયનું ઘર તૂટવાનું કારણ માની રહ્યા છે. વિજય અને તૃષાએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને તેમની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીને પણ ખૂબ પસંદ કરવામાં આવે છે.

