Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Amidst the talk of Vijay-Sangeetha's divorce, Thalapathy was seen with Trisha Krishnan

Video: Vijay-Sangeethaના છૂટાછેડાની ચર્ચા વચ્ચે Trisha Krishnan સાથે જોવા મળ્યા થલાપતિ, અફેરની ચર્ચાએ પકડ્યું જોર

Timeછેલ્લું અપડેટ : 06 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સાઉથ સિનેમાના સુપરસ્ટાર વિજય આજકાલ પોતાની પર્સનલ લાઈફને લઈને ભારે ચર્ચામાં છે. તાજેતરમાં ચેન્નાઈમાં આયોજિત એક હાઈ-પ્રોફાઇલ લગ્નના રિસેપ્શનમાં વિજય પ્રખ્યાત અભિનેત્રી તૃષા સાથે જોવા મળ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.

App Store

આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે વિજયની પત્ની સંગીતા સોર્નાલિંગમ દ્વારા ડિસેમ્બર 2025માં છૂટાછેડાની અરજી દાખલ કરવામાં આવી હોવાના સમાચારો વહેતા થયા છે. વર્ષો સુધી પડદા પર પોતાની કેમેસ્ટ્રીથી જાદુ બિખેરનાર વિજય અને તૃષાની જોડીને વાસ્તવિક જીવનમાં એકસાથે જાહેર કાર્યક્રમમાં જોઈને ચાહકોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

રિસેપ્શનમાં સાથે દેખાયા વિજય અને તૃષા

ચેન્નાઈમાં યોજાયેલા આ ભવ્ય રિસેપ્શનમાં વિજય અને તૃષા બંને પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વિજયના હાથમાં ફૂલોનો એક સુંદર ગુલદસ્તો છે અને તૃષા તેમની પાછળ કારમાંથી ઉતરી રહી છે. આ લગ્ન ફિલ્મ પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસ સાથે જોડાયેલા કલ્પના સુરેશ અને મીનાક્ષીના પુત્રના હતા.

જોકે વિજય અને તૃષાએ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, પરંતુ અંગત જીવનના વિવાદો વચ્ચે તેમનું આ રીતે સાથે દેખાવું સોશિયલ મીડિયા પર નવી ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે.

સંગીતાની છૂટાછેડાની અરજી અને ગંભીર આરોપો

વિજયના લગ્નજીવનમાં તિરાડના સમાચારો ત્યારે સાચા સાબિત થયા જ્યારે 27 ફેબ્રુઆરીએ સંગીતાની છૂટાછેડાની અરજી સત્તાવાર રીતે સામે આવી. સંગીતાએ ચેંગલપટ્ટુ જિલ્લા અદાલતમાં અરજી દાખલ કરીને પોતાના 27 વર્ષ જૂના લગ્નને ખતમ કરવાની માંગ કરી છે. આ અરજીમાં તેમણે વિજય પર બેવફાઈ, માનસિક ક્રૂરતા અને બેદરકારી જેવા ગંભીર આરોપો લગાવ્યા છે.

સંગીતાનો દાવો છે કે વિજયનું અન્ય એક અભિનેત્રી સાથે 'એક્સ્ટ્રા મેરિટલ અફેર' છે અને તેઓ છેલ્લા ઘણા સમયથી તેમની સાથે ભાવનાત્મક રીતે અલગ થઈ ગયા છે. આ ઉપરાંત, સંગીતાએ કોર્ટને વિનંતી કરી છે કે પરિવારને વધુ માનસિક તણાવથી બચાવવા માટે કેસની તમામ કાર્યવાહી ઓન-કેમેરા કરવામાં આવે.

સંગીતાએ પોતાની અરજીમાં ખુલાસો કર્યો છે કે વિજય વર્ષ 2021 થી જ તેમની સાથે યોગ્ય વર્તન કરતા નહોતા અને ઘણીવાર તેમની સાથે ખરાબ શબ્દોમાં વાત કરતા હતા. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે વિજયે તેમને ઘરમાં એકલા રહેવા માટે મજબૂર કર્યા અને બીજી અભિનેત્રી સાથેના પોતાના સંબંધોને જાહેર રાખ્યા. સંગીતાના મતે, આ આખી પરિસ્થિતિને કારણે તેમના બાળકો—જેસન સંજય અને દિવ્યા સાશાને તેમના મિત્રો અને સમાજ વચ્ચે ઘણી શરમ અનુભવવી પડી હતી.

પુત્રએ પિતાને કર્યા અનફોલો

છૂટાછેડાની અરજીના સમાચાર સામે આવ્યાના થોડા સમય બાદ, ચાહકોએ નોંધ્યું કે તેમનો પુત્ર જેસન સંજય, ઇન્સ્ટાગ્રામ પર વિજયને ફોલો કરી રહ્યો નથી. ઘણા ચાહકોએ સ્ક્રીનશોટ શેર કર્યા હતા, જેમાં જોવા મળ્યું કે જેસન એક્ટર વિજય સેતુપતિ અને અન્ય 35 એકાઉન્ટ્સને ફોલો કરી રહ્યો હતો, પરંતુ પોતાના પિતાને નહીં. આ દરમિયાન, વિજયના ચાહકો ફિલ્મ 'જન નાયકન' ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે, જેને ગત મહિને મદ્રાસ હાઈકોર્ટે રિલીઝ માટે મંજૂરી આપી દીધી હતી.