ખાનગી જાસૂસે ખોલી બોલિવૂડના ફેમસ એક્ટરના એક્સ્ટ્રા મેરિટલ અફેરની પોલ, પત્નીએ કરાવી પતિની જાસૂસી

ખાનગી જાસૂસ તાન્યા પુરીએ બોલિવૂડના એક પ્રખ્યાત કપલ પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો ખુલાસો કર્યો છે. ૨૦ વર્ષ પછી પત્નીએ જ્યારે સત્ય જાણ્યું તો ઈન્ડ્સ્ટ્રીમાં હડકંપ મચી ગયો.
તાજેતરમાં બોલિવૂડમાં સંબંધો અને વફાદારી પર એક નવી ચર્ચા શરૂ થઈ છે. ટ્વિંકલ ખન્ના અને કાજોલે તેમના ટોક શો ‘ટૂ મચ’માં કહ્યું હતું કે શારીરિક છેતરપિંડીને માફ કરી શકાય છે, પરંતુ ભાવનાત્મક છેતરપિંડી નહીં, જ્યારે જાહ્નવી કપૂરે તેનો વિરોધ કરતાં તેને સંપૂર્ણપણે “ડીલ બ્રેકર” ગણાવ્યું હતું. આ જ ચર્ચાની વચ્ચે હવે એક ખાનગી જાસૂસનો ખુલાસો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
વાસ્તવમાં, ખાનગી જાસૂસ તાન્યા પુરીએ તાજેતરમાં જણાવ્યું હતું કે તેમણે એક મોટા બોલિવૂડ અભિનેતાના અફેરનો કેસ હેન્ડલ કર્યો હતો. તાન્યાએ કહ્યું, “મને એક પ્રખ્યાત અભિનેતાની પત્નીના મેનેજરે સંપર્ક કર્યો હતો. પત્નીને પોતાના પતિની હરકતો પર શંકા હતી, તેથી તેણે તપાસ કરાવવાનો નિર્ણય લીધો.”
ખાનગી જાસૂસનો મોટો ખુલાસો
તાન્યાએ જણાવ્યું કે તપાસ દરમિયાન ખબર પડી કે તે અભિનેતા પોતાની પત્ની સાથે વફાદાર નથી અને ઘણી યુવાન અભિનેત્રીઓ સાથે તેનો સંબંધ રહ્યો છે. આ કપલ ૨૦૦૦ના પ્રારંભિક વર્ષોમાં લગ્નના બંધનમાં બંધાયું હતું અને ઈન્ડ્સ્ટ્રીમાં પોતાની પરફેક્ટ ઈમેજ માટે જાણીતું છે. તાન્યાના જણાવ્યા મુજબ, “પતિ ખુલ્લેઆમ ચીટિંગ કરતો હતો, પરંતુ પત્નીએ વર્ષોથી બધું અવગણ્યું. જ્યારે બાળકોને સત્ય ખબર પડી, ત્યારે તેણે આ પગલું લીધું.”
જાસૂસે આગળ કહ્યું કે તે અભિનેતાના બે મોટા બાળકો પણ ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં કામ કરે છે અને બધાને ખબર છે કે તેમના પિતાનું નામ ઘણી મહિલાઓ સાથે જોડાયેલું છે. તાન્યાએ જણાવ્યું, “પત્ની ભણેલી અને સમજદાર છે, પરંતુ જ્યારે વાત કુટુંબ અને બાળકોની ઇજ્જતની આવી, તો તેણે સત્ય જાણવાનો નિર્ણય લીધો.”
પત્ની વિશે આ વાત કહી
તાન્યાએ એ પણ જણાવ્યું કે પત્ની માટે ઈમોશ્નલ ચીટિંગ શારીરિક અફેર કરતાં વધુ પીડાદાયક હતી. તેણે પતિને વારંવાર માફ કર્યો, પરંતુ જ્યારે જૂઠ અને ચીટિંગની હદ પાર થઈ ગઈ, તો તેણે સત્ય સામે લાવવાનો નિર્ણય લીધો. પતિએ પછી બાળકો માટે બદલવાનું વચન આપ્યું, પરંતુ સંબંધમાં દરાર આવી ચૂકી હતી.
જોકે, તાન્યા પુરીએ તે અભિનેતા અને તેની પત્નીનું નામ જાહેર કરવાનો ઇનકાર કર્યો. તેમનું કહેવું છે કે બોલિવૂડમાં આવા ઘણા કેસ છે, જેના પર લોકો વાત નથી કરતા કારણ કે બધાને પોતાની “પરફેક્ટ ઈમેજ” જાળવવી પડે છે. તેમના આ નિવેદન પછી સોશિયલ મીડિયા પર ચર્ચા તીવ્ર થઈ ગઈ છે અને યુઝર્સ ટ્વિંકલ ખન્ના અને કાજોલના નિવેદનોની પણ ટીકા કરી રહ્યા છે.

