મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

અનંત-રાધિકાના લગ્નમાં આમંત્રણ વિના પ્રવેશેલા બે લોકો કોણ છે?

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણ

અનંત-રાધિકાના લગ્નમાં આમંત્રણ વિના પ્રવેશેલા બે લોકો કોણ છે?

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન Jio વર્લ્ડ સેન્ટરમાં થયા હતા. 12 જુલાઈના રોજ અનંતે રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લીધા તો 13 જુલાઈએ આ દંપતીનો શુભ આશીર્વાદ સમારોહ હતો. આ લગ્નમાં દેશ-વિદેશની પ્રતિષ્ઠિત હસ્તીઓએ હાજરી આપી હતી. આ દરમિયાન બે લોકો અનંત-રાધિકાના લગ્ન સ્થળે કોઈપણ આમંત્રણ વિના પ્રવેશ્યા હતા અને હવે તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે.

એક અહેવાલ અનુસાર, બે લોકો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં આમંત્રણ વિના પ્રવેશ્યા હતા. પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે. પરવાનગી વિના એન્ટ્રી લેનારાઓમાંના એકનું નામ વેંકટેશ નરસૈયા અલ્લુરી (26) છે, જે યુટ્યુબર છે. બીજા વ્યક્તિનું નામ લુકમાન મોહમ્મદ શફી શેખ (28) છે જે પોતાને બિઝનેસમેન ગણાવે છે.

આંધ્રપ્રદેશથી લગ્નમાં હાજરી આપવા આવ્યા આરોપી

મુંબઈની BKC પોલીસે બંને આરોપીઓને કસ્ટડીમાં લીધા છે અને તેમની સામે અલગ-અલગ કેસ પણ નોંધવામાં આવ્યા છે. આરોપી વેંકટેશ નરસૈયા અલ્લુરી અને લુકમાન મોહમ્મદ શફી શેખ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા માટે આંધ્રપ્રદેશથી મુંબઈ આવ્યા હતા. પોલીસે આ કેસમાં નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરી બંને આરોપીઓને મુક્ત કર્યા છે.

અનંત-રાધિકા વેડિંગ રિસેપ્શન

ઉલ્લેખનીય છે કે, આજે 14મી જુલાઈએ જિયો વર્લ્ડ સેન્ટરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું રિસેપ્શન છે. રિસેપ્શનમાંથી કપલનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. અનંત અંબાણીએ તેના રિસેપ્શનમાં બ્લેક કલરની શેરવાની પહેરી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. તો રાધિકા મર્ચન્ટ પણ ગોલ્ડન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

આ સમાચાર શેર કરો