મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'જાનવર જેવું વર્તન કરવામાં આવે છે':  'પંચાયત' ફેમ સુનીતા રાજવારે ગ્લેમર ઉદ્યોગમાં ચાલતા ભેદભાવનો કર્યો પર્દાફાશ

મનોરંજન જગતમાંથી અવારનવાર કલાકારો સાથે દુર્વ્યવહારના અહેવાલો સામે આવે છે.

'જાનવર જેવું વર્તન કરવામાં આવે છે':  'પંચાયત' ફેમ સુનીતા રાજવારે ગ્લેમર ઉદ્યોગમાં ચાલતા ભેદભાવનો કર્યો પર્દાફાશ

મનોરંજન જગતમાંથી અવારનવાર કલાકારો સાથે દુર્વ્યવહારના અહેવાલો સામે આવે છે. ઘણા એવા અભિનેતા અને અભિનેત્રીઓ છે જેમણે સેટ પર તેમની સાથે થતા ગેરવર્તણૂક વિશે ખુલીને વાત કરી છે. હાલમાં જ કિરણ રાવની 'મિસિંગ લેડીઝ'ના ફૂલ એટલે નિતાંશી ગોયલે આ વિશે વાત કરી હતી અને હવે આ લિસ્ટમાં વધુ એક નામ જોડાયું છે. પ્રાઇમ વિડિયોની લોકપ્રિય અને સૌથી સફળ શ્રેણીમાંથી એક 'પંચાયત'માં ક્રાંતિ દેવીનું પાત્ર ભજવનાર સુનીતા રાજવારે ઇન્ડસ્ટ્રીમાં કલાકારો સાથે થતા દુર્વ્યવહાર વિશે વાત કરી છે. સુનીતા રાજવારના મતે, એક કલાકારને મનોરંજન ઉદ્યોગમાં ઘણું સહન કરવું પડે છે. જ્યારે મુખ્ય કલાકારો સાથે રાજાઓ જેવું વર્તન કરવામાં આવે છે, ત્યારે સહાયક કલાકારોએ દરેક વસ્તુ માટે હાથ લંબાવવો પડે છે. તેમને સન્માન પણ આપવામાં આવતું નથી.

મોટાભાગના કલાકારો ટાઇપકાસ્ટ કરવામાં આવે છે. 

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં બ્રુટ ઈન્ડિયા સાથેની વાતચીતમાં સુનીતા રાજવારે ઈન્ડસ્ટ્રીમાં સપોર્ટિંગ એક્ટર્સ સાથે થતા વ્યવહાર વિશે ખુલીને વાત કરી. સુનીતા અહીં પોતાની ફિલ્મ 'સંતોષ'નું પ્રતિનિધિત્વ કરવા આવી હતી. આ દરમિયાન સુનીતાએ કહ્યું- 'ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગના કલાકારો ટાઇપકાસ્ટ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, નિર્માતાઓ માટે તેને કોઈપણ ફિલ્મમાં કાસ્ટ કરવું સરળ છે. ઘણી વખત અભિનેતાઓ પણ આને અપનાવે છે, તેઓએ પણ પોતાનું ગુજરાન ચલાવવાનું હોય છે, અને પોતાનો રોષ કે નખરા બતાવી શકતા નથી. તેથી જ તે ચૂપચાપ સ્વીકારે છે. આ પીડાદાયક છે, પરંતુ સાચું છે.

મુખ્ય અને સહાયક કલાકારો વચ્ચે ભેદભાવ છે

સુનીતાએ આગળ સેટ પર મુખ્ય અને સહાયક કલાકારો વચ્ચેના ભેદભાવ વિશે વાત કરી. અભિનેત્રીએ કહ્યું- 'મુખ્ય કલાકારોને તમામ સુવિધાઓ આપવામાં આવે છે, તો બીજી તરફ સહાયક કલાકારોએ દરેક વસ્તુ માટે મદદનો હાથ લાંબો કરવો પડે છે.  જ્યારે મુખ્ય કલાકારોને તેમની સગવડ અને ઈચ્છા મુજબ કૉલ ટાઈમ આપવામાં આવે છે, ત્યારે સહાયક કલાકારો સાથે આવું થતું નથી. કેટલીકવાર અન્યો પ્રત્યેનો આ ભેદભાવ તેમને હલકી કક્ષાનો અનુભવ કરાવે છે. જો કે, હું જાણું છું કે મુખ્ય કલાકારોએ મહિનામાં 30 દિવસ, ક્યારેક દિવસમાં 24 કલાક, અઠવાડિયાના સાતેય દિવસ કામ કરવું પડે છે. પરંતુ, આ ભેદભાવ ખરાબ છે.

બીજાને નીચા દેખાડવાનો પ્રયાસ 

શૂટિંગ દરમિયાન ગમે ત્યારે ફોન કરી બોલાવી લેવા પર સુનીતાએ કહ્યું- 'જો તમને અગાઉથી ખબર હોય કે તમે કોઈ કલાકાર સાથે શૂટિંગ કરવાના નથી, તો પછી તેને મોડેથી કે પછી થી બોલાવો,  તેને અગાઉથી ફોન કરીને કલાકો સુધી બેસાડી રાખવાનો શું અર્થ છે.  આ દર્શાવે છે કે તમે બીજાને અપમાનિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. મુખ્ય કલાકારોને લાડ લડાવવામાં આવે છે. તેમના રૂમ પણ સ્વચ્છ છે અને તેમની પાસે ફ્રિજ, માઇક્રોવેવ, બધું છે. જ્યાં અમારા જેવા કલાકારોને ગંદો રૂમ આપવામાં આવે છે, ત્યાં 3-4 લોકોને બેસાડવામાં આવે છે. છત તૂટેલી છે, બાથરૂમ સાફ નથી, બેડશીટ પણ ગંદી છે અને કોઈપણ પ્રકારની સુવિધા નથી, આ બધું જોઈને ખરાબ લાગે છે.

અભિનય છોડવાનું મન બનાવી લીધું હતું

સુનીતા રાજવારે જણાવ્યું કે કલાકારો વચ્ચેના આ ભેદભાવને જોઈને તેણે એક્ટિંગ છોડવાનું મન પણ કરી લીધું હતું. તેણે તેનું CINTAA કાર્ડ પણ રદ કરી દીધું હતું. જોકે બાદમાં તેણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો. સુનીતા ફરી એકવાર 'પંચાયત 3'માં જોવા મળશે. આ શ્રેણીમાં, તે ક્રાંતિ દેવીની ભૂમિકા ભજવે છે, જે પ્રધાન જી અને મંજુ દેવીની હરીફ બનારકાસની પત્ની  છે. સીરિઝની નવી સીઝન 28 મેથી પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે.

આ સમાચાર શેર કરો