Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : 'Toxic' teaser released on Yash's birthday, 'Raya's' dashing look with cigar and gun in hand goes viral

યશના જન્મદિવસ પર 'Toxic'નું ટીઝર રિલીઝ, હાથમાં સિગાર અને બંદૂક સાથે 'રાયા'નો ડેશિંગ લુક વાયરલ

Timeછેલ્લું અપડેટ : 08 Jan 2026
લાઇવ ટીવીGoogle News
યશના જન્મદિવસ પર 'Toxic'નું ટીઝર રિલીઝ, હાથમાં સિગાર અને બંદૂક સાથે 'રાયા'નો ડેશિંગ લુક વાયરલ
સોર્સ : GSTV

બોક્સ ઓફિસ પર 'KGF' અને 'KGF 2' સાથે સફળતાનો ઈતિહાસ રચનાર કન્નડ રોકિંગ સ્ટાર યશ ટૂંક સમયમાં ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ 'ટોક્સિક'માં જોવા મળશે. જ્યારે હેટ (ટોપી) પહેરેલો તેમનો પહેલો લૂક સામે આવ્યો હતો, ત્યારથી જ ચાહકો ફિલ્મની એક ઝલક જોવા માટે આતુર હતા.

App Store

8 જાન્યુઆરીએ પોતાના જન્મદિવસ નિમિત્તે યશે ચાહકોની આ પ્રતીક્ષાનો અંત આણ્યો છે. રોકિંગ સ્ટારની વર્ષ 2026ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ 'ટોક્સિક'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જેને જોઈને 'ધુરંધર 2'ના મેકર્સનો આત્મવિશ્વાસ પણ થોડો ડગમગી શકે છે. આ 2 મિનિટનું ટીઝર એટલું પાવરફુલ છે કે તમે કોઈપણ સંજોગોમાં તમારી ખુરશી છોડવા માંગશો નહીં.

એક ડાયલોગથી ટીઝરમાં લૂંટી લાઈમલાઈટ

ગીતુ મોહનદાસના નિર્દેશનમાં બનેલી 'ટોક્સિક'નું ફર્સ્ટ ટીઝર KVN પ્રોડક્શનની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને માત્ર 2 કલાકમાં જ 30 લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. ટીઝરની શરૂઆત એક માફિયા ગેંગના સ્મશાનમાં કોઈના મૃત્યુનો શોક મનાવતા દ્રશ્યથી થાય છે, પરંતુ અચાનક ત્યાં અફરાતફરી મચી જાય છે. ત્યારબાદ સ્મશાનમાં હાજર તમામ લોકો એક કાર તરફ જુએ છે, પરંતુ લાંબા સમય સુધી તેમાંથી કોઈ બહાર આવતું નથી.

કારમાં કેટલાક બોલ્ડ સીન્સ બતાવવામાં આવ્યા છે. ત્યારબાદ મેકર્સ દ્વારા 2 મિનિટ 51 સેકન્ડના આ ધાંસુ ટીઝરમાં સૌના ફેવરિટ યશના પાત્રનો પરિચય કરાવ્યો છે. હાથમાં મોટી બંદૂક, કાળા રંગનો ઓવરસાઈઝ કોટ, હાથમાં સિગાર અને વધેલી દાઢી સાથેની તેમની હેરસ્ટાઈલે ધૂમ મચાવી દીધી છે. તેમના પાત્રનું નામ 'રાયા' છે, જે માફિયાની દુનિયાનો માસ્ટરમાઈન્ડ છે. આ ટીઝરનો સૌથી મોટો હૂક પોઈન્ટ ગેંગસ્ટર યશ દ્વારા બોલવામાં આવેલો ડાયલોગ 'ડેડી ઈઝ હોમ'છે, જેને સાંભળતા જ તમને તાળીઓ પાડવાનું મન થશે.

'ધુરંધર 2' માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે 'ટોક્સિક'

અત્યાર સુધી એવું લાગતું હતું કે 'ધુરંધર'ની જેમ જ તેનો આગામી ભાગ પણ બધાને પાછળ છોડી દેશે, પરંતુ યશની 'ટોક્સિક'ના ટીઝરને પ્રેક્ષકો તરફથી જે પ્રતિસાદ મળી રહ્યો છે, તેનાથી હવે ક્યાંક ને ક્યાંક 'સ્પાય થ્રિલર' ફિલ્મ પર ખતરો મંડરાઈ શકે છે. 'ટોક્સિક' અને 'ધુરંધર 2' બંને 19 માર્ચ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

'ટોક્સિક' તો પહેલાથી જ પાંચ ભાષાઓમાં રિલીઝ થઈ રહી હતી, પરંતુ 'ધુરંધર'ની સફળતાને જોતા મેકર્સે તેને પણ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ કરવાની જાહેરાત કરી હતી. હવે જ્યારે માર્ચ મહિનામાં આ બે મોટી ફિલ્મો પડદા પર ટકરાશે, ત્યારે બોક્સ ઓફિસ પર કેવું તોફાન આવશે તે જોવું રસપ્રદ રહેશે.