Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Vicky Kaushal-Katrina Kaif reveals son's name, fans discover 'Uri' connection

વિક્કી કૌશલ-કેટરીના કેફે રીવીલ કર્યું પુત્રનું નામ, ફેન્સે શોધી કાઢ્યું 'ઉરી' કનેક્શન

Timeછેલ્લું અપડેટ : 08 Jan 2026
લાઇવ ટીવીGoogle News
વિક્કી કૌશલ-કેટરીના કેફે રીવીલ કર્યું પુત્રનું નામ, ફેન્સે શોધી કાઢ્યું 'ઉરી' કનેક્શન
સોર્સ : GSTV

બોલીવુડ અભિનેતા વિક્કી કૌશલ અને કેટરીના કૈફે બુધવારે સોશિયલ મીડિયા પર તેમના પુત્રનું નામ અને ફોટો પોસ્ટ કર્યો છે. આ કપલે એક પોસ્ટ દ્વારા બાળકના નામની જાહેરાત કરી હતી, જેમાં ક્યૂટ બાળકનો હાથ જોવા મળી રહ્યો છે. વિક્કી અને કેટરીનાએ પુત્રનું નામ વિહાન કૌશલ રાખ્યું છે.

App Store

અનેક બોલીવુડ સેલેબ્સે કપલને પાઠવ્યા અભિનંદન

પોતાના પુત્રનું નામ જણાવતા વિક્કી અને કેટરીનાએ લખ્યું, "અમારું પ્રકાશનું કિરણ, વિહાન કૌશલ. અમારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવી છે. જીવન સુંદર છે. અમારી દુનિયા એક ક્ષણમાં બદલાઈ ગઈ. શબ્દોથી પર માત્ર આભાર વ્યક્ત કરી રહ્યા છીએ." રિતિક રોશને પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યું, "ભગવાનના આશીર્વાદ!! વિહાનનું સ્વાગત છે. ખૂબ જ સારા સમાચાર! અભિનંદન અને ઘણો બધો પ્રેમ." કરણ જોહરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરતા લખ્યું, "અભિનંદન... વિહાનને મારો ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ."

WhatsApp Image 2026-01-07 at 9.35.41 PM

'ઉરી' સાથેનું કનેક્શન

હવે ચાહકોએ આ નામનું કનેક્શન વિક્કીની ફિલ્મ 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' સાથે શોધી કાઢ્યું છે. વિક્કીએ વર્ષ 2019માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં મેજર વિહાન સિંહ શેરગિલનું પાત્ર ભજવ્યું હતું. એટલે કે, અભિનેતાએ અગાઉ પણ પોતાના પુત્રના નામનું પાત્ર પડદા પર ભજવ્યું છે. વિક્કીના અનેક પ્રશંસકોએ આ વાત પર ધ્યાન આપ્યું અને પોસ્ટ પર કોમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધું.

વિક્કી કૌશલના થયા હતા ખૂબ વખાણ

ફિલ્મ 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક'માં વિક્કી કૌશલના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. તેના ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન, ડાયલોગ ડિલિવરી અને ઈમોશનલ મૂવમેન્ટ્સે પાત્રમાં જીવ પૂરી દીધો હતો. જોકે, વિક્કીએ હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી કરી કે તેના પુત્રનું નામ વિહાન રાખવા પાછળ તેના 'ઉરી' ફિલ્મના પાત્રનો હાથ છે કે નહીં.