મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

CCTVમાં જોવા મળ્યો TMKOCનો સોઢી, પોલીસે નોંધ્યો અપહરણનો ગુનો

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 'રોશન સિંહ સોઢી' એટલે કે ગુરુચ

CCTVમાં જોવા મળ્યો TMKOCનો સોઢી, પોલીસે નોંધ્યો અપહરણનો ગુનો

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 'રોશન સિંહ સોઢી' એટલે કે ગુરુચરણ સિંહના પરિવાર અને મિત્રો તેમના ગુમ થયા બાદ ચિંતિત છે. અભિનેતાના ગુમ થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા છે, જેના આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચોઃ TMKOCના એક્ટર 'સોઢી'ના ગુમ થવા પર પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાં પણ મળ્યા ઘણા ટ્રાન્ઝેક્શન 

સીસીટીવીમાં દેખાય છે ગુરચરણ સિંહ

સમાચાર એજન્સી ANIને મળેલી માહિતી અનુસાર, IPCની કલમ 365 હેઠળ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. ગુરચરણ સિંહને શોધવા અને સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરવા માટે એક ટેકનિકલ ટીમ તૈનાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 50 વર્ષીય ગુરુચરણ સિંહ 22 એપ્રિલથી ગુમ છે. તે મુંબઈ જવા માટે દિલ્હીમાં તેના ઘરેથી નીકળ્યો હતો, પરંતુ ત્યારબાદ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે ગુરુચરણ સિંહ છે.

ગુરુચરણના ગુમ થવાથી પરિવાર ચિંતિત છે. તેના ફેન્સ અને સેલિબ્રિટી મિત્રોએ પણ તેના માટે ચિંતા વ્યક્ત કરી છે. ગુરુચરણના પિતા હરગીત સિંહે દિલ્હીના પાલમમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગુરુચરણ સિંહની ફ્લાઇટ 22મી એપ્રિલે 8:30 વાગ્યે હતી, પરંતુ એરપોર્ટ જવાને બદલે તે રાત્રે લગભગ 9:14 વાગ્યે દિલ્હીના પાલમમાં જોવા મળ્યો હતો.

25 એપ્રિલે બપોરે 3 વાગ્યે અભિનેતાના પિતાએ પાલમમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. અભિનેતાનો ફોન 24 એપ્રિલ સુધી ચાલુ હતો, પરંતુ અત્યારે તે સ્વીચ ઓફ છે. પોલીસે જ્યારે ટ્રાંજેક્શન ચેક કરાવ્યા તો તેમને ઘણી વિચિત્ર વસ્તુઓ મળી.

આ સમાચાર શેર કરો