ભારે વરસાદ વચ્ચે થયા તિષા કુમારના અંતિમ સંસ્કાર, સેલેબ્સે અશ્રુભીની આંખે આપી શ્રદ્ધાંજલિ
બોલિવૂડ બિરાદરો તાજેતરમાં ફેસમે અભિનેતા અને નિર્માતા કૃષ્ણ કુમારની 2

બોલિવૂડ બિરાદરો તાજેતરમાં ફેસમે અભિનેતા અને નિર્માતા કૃષ્ણ કુમારની 21 વર્ષની દીકરી તિષા કુમારના અકાળ અવસાન પર શોક વ્યક્ત કરવા માટે એકઠા થયા હતા. કેન્સર સામેની લડાઈ હારી ગયેલી તિષા કુમારના મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભૂષણ કુમાર, સઇ માંજરેકર, રિતેશ દેશમુખ, ફરાહ ખાન, સાજિદ નડિયાદવાલા, જાવેદ જાફરી અને અન્ય બોલિવૂડ સેલેબ્સે તિશા કુમારને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી. ફિલ્મ નિર્માતા આનંદ એલ રાય ફિલ્મ ઉદ્યોગની ઘણી વ્યક્તિઓમાંના એક હતા જેઓ તિશાની અંતિમયાત્રાનો ભાગ હતા.
રડતા રડતા તિષા કુમારના માતા-પિતાની હાલત ખરાબ
ફેમસ અભિનેતા અને નિર્માતા કૃષ્ણ કુમારની દિવંગત પુત્રી તિષા કુમારના અંતિમ સંસ્કારમાં બોલિવૂડની હસ્તીઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચી હતી. ભારે વરસાદ વચ્ચે બોલિવૂડ સેલેબ્સ આંસુ ભરેલી આંખો સાથે તિષા કુમારને વિદાય આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન તિષાના માતા-પિતા ખૂબ જ ઉદાસ દેખાતા હતા. તિષાના માતા-પિતાની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. તિષાના પિતા કૃષ્ણ કુમારને લોકોએ સંભાળ્યા હતા.
અંતિમ દર્શન માટે પહોંચ્યા સેલેબ્સ
તિષાનો પરિવાર અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અન્ય સેલેબ્સ તેના અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા. દિવ્યા ખોસલાએ અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. તિષા દિવ્યા કુમાર ખોસલાની નણંદ હતી. સિંગર તુલસી કુમાર અને અભિનેત્રી ખુશાલી કુમાર પણ તિષાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. ઉલ્લેખનીય છે કે, સિંગર તુલસી કુમાર અને એક્ટ્રેસ ખુશાલી કુમાર તિશાના કઝીન છે.
કેન્સર સામે હારી ગઈ જંગ
એક અહેવાલ મુજબ, "તિષા કુમારને કેન્સર હોવાનું નિદાન થયું હતું અને પરિવારે તેને સારવાર માટે જર્મની લઈ જવાનું નક્કી કર્યું હતું. ત્યાં ગુરુવારે તેમનું અવસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, તિષાની છેલ્લી પબ્લિક અપિયરન્સ નવેમ્બર 2023માં હતી. તે રણબીર કપૂર, રશ્મિકા મંદાના, તૃપ્તિ ડિમરી, અનિલ કપૂર અને બોબી દેઓલ અભિનીત સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘એનિમલ’ની સ્ક્રીનિંગ દરમિયાન જોવા મળી હતી.






