Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : This was Sushant Singh Rajput's first tv serial

'પવિત્ર રિશ્તા'માં નહીં પહેલીવાર આ સિરિયલમાં સુશાંત સિંહ રાજપૂતે કર્યું હતું કામ, એકતા કપૂરે કર્યો હતો લોન્ચ

Timeછેલ્લું અપડેટ : 21 Jan 2025
લાઇવ ટીવીGoogle News
'પવિત્ર રિશ્તા'માં નહીં પહેલીવાર આ સિરિયલમાં સુશાંત સિંહ રાજપૂતે કર્યું હતું કામ, એકતા કપૂરે કર્યો હતો લોન્ચ

આજે એટલે કે 21 જાન્યુઆરીએ સુશાંત સિંહ રાજપૂતની 39મી જન્મજયંતિ છે. સુશાંતે બોલિવૂડમાં ઘણી યાદગાર ફિલ્મો આપી, પરંતુ તેની કારકિર્દી ટીવી સિરિયલોથી શરૂ થઈ. બિહારનો રહેવાસી સુશાંત દિલ્હી આવ્યો અને અહીં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો, પરંતુ આ દરમિયાન તે એક ડાન્સ ગ્રુપમાં જોડાયો. જ્યારે તેને તક મળી ત્યારે સુશાંત મુંબઈ ગયો અને અહીં તેને એકતા કપૂરની સિરિયલલમાં અભિનેતા તરીકે કામ કરવાની તક મળી.

App Store

આ પણ વાંચો: સિદ્ધાર્થ શુક્લા સાથે થઈ કરણ વીર મહેરાની સરખામણી, 'બિગ બોસ 18'ના વિજેતાએ કહ્યું- 'મને ખુશી છે કે...'

1986માં પટનામાં જન્મેલા સુશાંત સિંહ રાજપૂતે દિલ્હી ટેકનોલોજી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. જોકે, સુશાંતે પોતાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. ઘણા લોકો માને છે કે સુશાંતની પહેલી સિરિયલ 'પવિત્ર રિશ્તા' હતી, પરંતુ એવું નથી.

સુશાંત સિંહ રાજપૂતની કારકિર્દી કેવી રીતે શરૂ થઈ?

એકતા કપૂરે 7 ઓગસ્ટ 2020ના રોજ એક વીડિયો શેર કર્યો હતો. તેના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, “ઘણા લોકો મને પૂછી રહ્યા હતા કે સુશાંતનો પહેલો સીન કયો હતો. આ પહેલો સીન હતો જે અમે તેની સાથે શૂટ કર્યો હતો. 'કિસ દેશ મેં હૈ મેરા દિલ' નામની સિરિયલમાં જ્યારે તે પહેલી વાર ટેલિવિઝન પર દેખાયો ત્યારે આ તેનો પહેલો સીન હતો.

આ જ કેપ્શનમાં, એકતા કપૂરે આગળ લખ્યું, “તે આમાં સેકેંડ લીડ  હતો, પરંતુ અમને ખબર હતી કે તે વધુ સારું કરી શકે છે અને તેણે કર્યું. ખુબ ખુબ પ્રેમ, શાંતિ અને પ્રાર્થનાઓ.” 2009માં, એકતા કપૂરે 'પવિત્ર રિશ્તા' નામની બીજી સિરિયલ બનાવી અને તેમાં સુશાંતને લીડ એક્ટર તરીકે કાસ્ટ કર્યો, જેમાં અંકિતા લોખંડે તેની ફિમેલ લીડ એક્ટર હતી. આ સિરિયલ હિટ થઈ અને ત્યારબાદ સુશાંત સિંહ બોલિવૂડ તરફ આગળ વધ્યો.

સુશાંત સિંહ રાજપૂતની બોલીવૂડ કારકિર્દી

સુશાંતે 2013માં આવેલી ફિલ્મ 'કાઈ પો છે' થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી, જે બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. આ પછી સુશાંત સિંહે 'શુદ્ધ દેશી રોમાન્સ', 'પીકે', 'ડિટેક્ટીવ વ્યોમકશ બક્ષી', 'રાબતા', 'એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી', 'કેદારનાથ', 'સોનચિરૈયા', 'છીછોરે' જેવી ફિલ્મો કરી હતી.

સુશાંત સિંહ રાજપૂતની લવ લાઈફ

'પવિત્ર રિશ્તા'ના શૂટિંગ દરમિયાન સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે એકબીજાની નજીક આવ્યા હતા. આ સિરિયલમાં માનવ-અર્ચનાના નામથી તેમને દરેક ઘરમાં લોકપ્રિયતા મળી. બંનેએ એકબીજા પ્રત્યેના પ્રેમને જાહેરમાં વ્યક્ત કર્યો હતો. બાદમાં, 2016ની આસપાસ, બંનેનું બ્રેકઅપ થયું અને લગભગ 1 વર્ષ પછી, સુશાંત રિયા ચક્રવર્તી સાથે રિલેશનશિપમાં આવ્યો હતો.