મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

KBC 16માં સ્પર્ધકો જીતની રકમ કરી શકશે ડબલ, બિગ બી લાવી રહ્યા છે સુપર ટ્વિસ્ટ

અમિતાભ બચ્ચનનો ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ સિઝન 16' ફરી એકવાર દર્શકો સુધી પહોંચવા માટે ત

KBC 16માં સ્પર્ધકો જીતની રકમ કરી શકશે ડબલ, બિગ બી લાવી રહ્યા છે સુપર ટ્વિસ્ટ

અમિતાભ બચ્ચનનો ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ સિઝન 16' ફરી એકવાર દર્શકો સુધી પહોંચવા માટે તૈયાર છે. આ સિઝનમાં ઘણી નવી વસ્તુઓ બનવા જઈ રહી છે. 'KBC 16' 12 ઓગસ્ટે પ્રીમિયર થશે. આ સિઝનની ટેગલાઇન છે 'જિંદગી હૈ, હર મોડ પર સવાલ પૂછેગી, જવાબ તો દેના હોગા.' સોની ટીવીનો રિયાલિટી શો 'કૌન બનેગા કરોડપતિ' ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોની ખૂબ જ મજબૂત ફેન ફોલોઈંગ છે. હવે તાજેતરમાં આ શોનો વધુ એક નવો પ્રોમો સામે આવ્યો છે.

'KBC 16'માં સ્પર્ધકની જીતની રકમ થશે ડબલ

લેટેસ્ટ પ્રોમોમાં અમિતાભ બચ્ચન આ વખતે શોમાં નવા ટ્વિસ્ટ વિશે જણાવી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, આ વખતે શોમાં સ્પર્ધકો દ્વારા જીતવામાં આવેલી રકમ ડબલ કરી શકાશે. તેમણે કહ્યું કે, તે KBCની સિઝન 16માં એક નવો સુપરટ્વિસ્ટ લઈને આવી રહ્યા છે. આ ટ્વિસ્ટનું નામ છે દોગુનાસ્ત્ર. આમાં, સ્પર્ધક ગમે તેટલી રકમ જીતે, તેઓ તેને ડબલ કરવાની તક મેળની શકશે. અને તેના માટે એક સુપર પ્રશ્ન હશે જેમાં કોઈ વિકલ્પ નહીં હોય.

સુપર પ્રશ્ન શું છે?

સુપર પ્રશ્ન એ બોનસ પ્રશ્ન છે, જે દરેક પાંચમા પ્રશ્ન પછી આવશે. સ્પર્ધકોને આ પ્રશ્ન પર કોઈ વિકલ્પ મળશે નહીં અથવા તેમને લાઈફલાઈનનો ઉપયોગ કરવાનો કોઈ વિકલ્પ મળશે નહીં. જો સાચો જવાબ આપવામાં આવશે, તો સ્પર્ધકને 'દોગુનાસ્ત્ર'નો ઉપયોગ કરવાની તક મળશે જે તેમને બઝર દબાવવાની અને ડબલ રકમ જીતવાની તક આપશે. આ સાથે, સ્પર્ધકોને તેમની પસંદગીના ચોક્કસ પ્રશ્ન પર પ્રશ્ન નંબર 6થી 10 સુધીની રકમ બમણી કરવાની તક મળશે.

12 ઓગસ્ટે રાત્રે 9 વાગ્યે થશે આ શોનું પ્રીમિયર

જો સ્પર્ધક પ્રશ્ન 9 પર સુપરપાવર પસંદ કરે છે, જેની કિંમત 1,60,000 રૂપિયા હશે, અને સાચો જવાબ આપે છે, તો તે રકમ બમણી થઈ જશે. દોગુનાસ્ત્રનો ઉપયોગ કરતી વખતે તેઓ કોઈપણ લાઈફલાઈનનો ઉપયોગ કરી શકતા નથી. ઉલ્લેખીય છે કે, કેબીસીની 16મી સિઝન 12 ઓગસ્ટે રાત્રે 9 વાગ્યે સોની પર પ્રીમિયર થશે. હાલ શોના શૂટિંગની તસવીરો શેર કરતી વખતે, અમિતાભ બચ્ચને લખ્યું હતું કે, ‘દોડ જારી હૈ.’

આ સમાચાર શેર કરો