મનોજ બાજપેયીની 'ધ ફેમિલી મેન સિઝન 3'માં થઈ આ એક્ટરની એન્ટ્રી! શ્રીકાંત તિવારી સાથે દેખાશે એક્શનમાં
વર્ષ 2019માં રિલીઝ થયેલી વેબ સીરિઝ 'ધ ફેમિલી મેન'ને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ સીરિઝ

વર્ષ 2019માં રિલીઝ થયેલી વેબ સીરિઝ 'ધ ફેમિલી મેન'ને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ સીરિઝમાં દિગ્દર્શક રાજ અને ડીકેની જોડીએ કમાલ કરી બતાવ્યું હતું. પહેલી સિઝનના હિટ થયા પછી રાજ અને ડીકે તેમની હિટ સીરિઝ 'ધ ફેમિલી મેન'ની બીજી સિઝન લાવ્યા, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી. આવી સ્થિતિમાં ફેન્સ લાંબા સમયથી 'ધ ફેમિલી મેન'ની ત્રીજી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે મનોજ બાજપેયીની આ સીરિઝની ત્રીજી સિઝનને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. આ સીરિઝમાં એક મોટા કલાકારના સાથે જોડાવાના સમાચાર સામે આવી રહ્યા છે.
શું આ એક્ટર કરશે એન્ટ્રી?
'ધ ફેમિલી મેન'ની પહેલી સિઝનમાં મનોજ બાજપેયી, પ્રિયામણી અને શારીબ હાશ્મી જોવા મળ્યા હતા. જ્યારે સામંથા રૂથ પ્રભુએ તેની બીજી સિઝનમાં શાનદાર એન્ટ્રી કરી હતી. આવી સ્થિતિમાં હવે એક નવા એક્ટરની એન્ટ્રીના સમાચાર આવી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, 'પાતાલ લોક' અને 'ધ બ્રોકન ન્યૂઝ' જેવી હિટ સીરિઝમાં પોતાની એક્ટિંગ પ્રતિભા સાબિત કરનાર જયદીપ અહલાવત 'ધ ફેમિલી મેન'ની ત્રીજી સિઝનમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. આટલું જ નહીં, જયદીપ નાગાલેન્ડમાં શૂટિંગ શેડ્યુલમાં પણ જોડાઈ ગયો છે. જોકે, મેકર્સે હજુ સુધી તેના પાત્રનો ખુલાસો કર્યો નથી. પરંતુ મનોજની આ સીરિઝમાં જયદીપનો રોલ જોરદાર બનવાનો છે.
આ બે પ્રોજેક્ટમાં જોવા મળ્યો જયદીપ
જયદીપ અહલાવતના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે વર્ષ 2024માં અત્યાર સુધીમાં બે પ્રોજેક્ટ્સમાં જોવા મળ્યો છે. જેમાં 'ધ બ્રોકન ન્યૂઝ' વેબ સીરિઝ અને 'મહારાજ'નો સમાવેશ થાય છે. 'ધ બ્રોકન ન્યૂઝ' વર્ષ 2022માં આવી હતી. તેનો બીજો ભાગ આ વર્ષે એટલે કે 3 મે, 2024ના રોજ રિલીઝ થયો હતો. આમાં જયદીપે પત્રકાર દિપાંકર સાન્યાલની ભૂમિકા ભજવી છે. જયદીપ ઉપરાંત શ્રિયા પિલગાંવકર અને સોનાલી બેન્દ્રે પણ તેમાં મહત્ત્વના રોલમાં છે. જયદીપ બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા આમિર ખાનના દીકરા જુનૈદ ખાન સાથે 'મહારાજ'માં પણ જોવા મળ્યો હતો. આમિરના દીકરા જુનૈદે આ ફિલ્મથી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું છે.






