મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

હોલિવૂડના આ પાવર કપલે કરી સગાઈ, Engagement રિંગની કિંમતમાં આખું લગન ગોઠવાઈ જાય

તાજેતરમાં લોસ એન્જલસમાં યોજાયેલા ગોલ્ડન ગ્લોબ એવોર્ડને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન લોકોની નજર એવોર્

હોલિવૂડના આ પાવર કપલે કરી સગાઈ, Engagement રિંગની કિંમતમાં આખું લગન ગોઠવાઈ જાય

તાજેતરમાં લોસ એન્જલસમાં યોજાયેલા ગોલ્ડન ગ્લોબ એવોર્ડને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન લોકોની નજર એવોર્ડ્સ પર હતી, પરંતુ અન્ય એક કારણથી આ ફંક્શન લોકોમાં ચર્ચામાં છે, જે છે હોલિવૂડ એક્ટ્રેસ ઝેન્ડાયા. વાસ્તવમાં, જ્યારે ઝેન્ડાયા એવોર્ડ ફંક્શન દરમિયાન રેડ કાર્પેટ પર આવી ત્યારે લોકોનું ધ્યાન તેની હીરાની વીંટી પર ગયું. જે બાદ સ્પાઈડર મેન એક્ટર ટોમ હોલેન્ડ સાથે તેની સગાઈના સમાચાર વહેવા લાગ્યા હતા.

ઝેન્ડાયાને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ અભિનેત્રી માટે નામાંકિત કરવામાં આવી હતી, જે દરમિયાન અભિનેત્રી નારંગી ડ્રેસમાં જોવા મળી હતી. જ્યારે લોકોએ ફંક્શનનો ફોટો જોયો, ત્યારે ઝેન્ડાયા અને ટોમની સગાઈની અફવાઓ વધવા લાગી, જોકે, TMZ રિપોર્ટે આ અફવાઓને સાચી સાબિત કરી છે. ઝેન્ડાયા અને ટોમ 2021 થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. લોકો પણ બંનેને એક કપલ તરીકે ખૂબ પસંદ કરે છે.

નાતાલના દિવસે કર્યો હતો પ્રપોઝ

TMZના રિપોર્ટ અનુસાર, ટોમે ક્રિસમસના અવસર પર ઝેન્ડાયાને પ્રપોઝ કર્યું છે. એવું કહેવામાં આવ્યું હતું કે અમેરિકામાં ઝેન્ડાયાના પરિવારના ઘરે, અભિનેતા ઘૂંટણિયે પડી ગયો અને તેને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ટોમે સગાઈ માટે કોઈ મોટા શોનું આયોજન કર્યું ન હતું, પરંતુ તે એકદમ ઈન્ટિમેટ અને રોમેન્ટિક હતો. સૂત્રના જણાવ્યા અનુસાર, આ પ્રસંગે તેમના પરિવારો હાજર ન હતા, ફક્ત બંનેએ આ સુંદર ક્ષણને સાથે શેર કરી હતી.

રીંગની કિંમત 1.71 કરોડ રૂપિયા છે

આટલું જ નહીં એવોર્ડ ફંક્શન દરમિયાન ઝેન્ડાયાનું ટેટૂ પણ બહાર આવ્યું હતું જે ટોમના નામનું જરૂરી છે. તે પોતાની વીંટી બતાવતી પણ જોવા મળી હતી. ઈકોનોમિક ટાઈમ્સ અનુસાર, ઝેન્ડાયાની સગાઈની વીંટીની કિંમત 1.71 કરોડ રૂપિયા છે, જે બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાયની વીંટી કરતાં ત્રણ ગણી મોંઘી છે. ઐશ્વર્યાની વાત કરીએ તો તેની વીંટી 50 લાખ રૂપિયાની છે. અહેવાલ છે કે ટોમ અને ઝેન્ડાયા હાલમાં લગ્નનું આયોજન કરી રહ્યાં નથી, કારણ કે બંને પાસે ઘણા મોટા પ્રોજેક્ટ્સ અને પ્રતિબદ્ધતાઓ છે. તેમની સગાઈના સમાચાર બાદ તેમના ચાહકોએ ખુશી વ્યક્ત કરી છે.   

આ સમાચાર શેર કરો