તારક મહેતાની આ પૂર્વ એક્ટ્રેસ કરવા જઈ રહી છે લગ્ન, જાણો કોણ છે દુલ્હેરાજા
પ્રખ્યાત ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્

પ્રખ્યાત ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે અને એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં આ શોની ઘણી ચર્ચાઓ પણ ચાલતી રહેતી હોય છે. ત્યારે હવે આ શોની પૂર્વ અભિનેત્રી સુરખીઓમાં આવી છે. આ શોમાં સૌપ્રથમ સોનુનું પાત્ર ભજવનાર અભિનેત્રી ઝિલ મહેતા તેના લગ્નને લઈને ચર્ચામાં છે. ઝિલને શોમાં એટલો પ્રેમ મળ્યો કે શો છોડ્યા પછી પણ લોકો તેને શોના પાત્રના નામ સોનુના નામ પરથી જ ઓળખે છે.
2012માં TMKOC શો ને કહ્યું હતું અલવિદા
જો ઝિલના તારક મહેતાના શોને છોડવાની વાત કરીએ તો તેણે વર્ષ 2012માં જ શોને અલવિદા કહી દીધું હતું. વાસ્તવમાં, ઝીલે આગળનો અભ્યાસ ચાલુ રાખવા માટે શો છોડ્યો હતો. આ સાથે જો આપણે 'સોનુ' ના પાત્રની વાત કરીએ તો હાલમાં તે પલક સિધવાની ભજવી રહી છે. તે વર્ષ 2019માં શો સાથે જોડાઈ હતી.
ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપવામાં આવી છે
ઝિલ આ વર્ષની શરૂઆતમાં આદિત્ય દુબે સાથે સગાઈ કરી હતી, જેની તસવીરો તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી હતી. જો કે હવે લગ્ન પહેલા ઝિલ તેની બેચલર પાર્ટી માણી રહી છે. ઝીલે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર આ વિશે એક પોસ્ટ પણ શેર કરી છે. ઝીલે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં તેણે લખ્યું છે "બ્રાઈડ ટુ બી…"
કોણ છે દુલ્હેરાજા અને તે શું કરે છે?
ઝિલ મહેતાના ભાવિ પતિ વિશે વાત કરીએ તો અભિનેત્રી તેના બોયફ્રેન્ડ આદિત્ય દુબે સાથે લગ્ન કરવા જઈ રહી છે. આદિત્ય દુબેની વાત કરીએ તો તે ગેમિંગ સ્ટુડિયોનો બિઝનેસ કરે છે. આદિત્ય 3D કલાકાર હોવા ઉપરાંત કન્ટેન્ટ ક્રિએટર પણ છે.








