Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : This Bollywood superstar is the owner of 2500 crores

2500 કરોડનો માલિક છે બોલિવૂડનો આ સુપરસ્ટાર, ફિલ્મ-પ્રોડક્શન હાઉસ સહિત જાણો ક્યાંથી કરે છે કમાણી

Timeછેલ્લું અપડેટ : 09 Sept 2025
લાઇવ ટીવીGoogle News
2500 કરોડનો માલિક છે બોલિવૂડનો આ સુપરસ્ટાર, ફિલ્મ-પ્રોડક્શન હાઉસ સહિત જાણો ક્યાંથી કરે છે કમાણી
સોર્સ : GSTV

આપણા હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ઘણા સુપરસ્ટાર છે. તેમાંથી કેટલાકે કોઈ ગોડફાધર વિના પોતાના દમ પર બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી છે અને તેમાંથી એક છે અક્ષય કુમાર. જોકે, એક સામાન્ય માણસ બનવાથી સ્ટાર બનવા સુધીની સફર આ અભિનેતા માટે સરળ નહોતી. અક્ષય કુમારે પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે.

App Store

બહુ ઓછા લોકો જાણતા હશે કે આ અભિનેતાનું સાચું નામ રાજીવ હરિઓમ ભાટિયા છે. અક્ષય કુમારના પિતા ભારતીય સેનામાં હતા. અક્ષય કુમાર 58મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ દરમિયાન અક્ષય કુમારની કરિયર અને નેટવર્થ વિશે જાણીયે...

વેટરનું કામ કરતો હતો અક્ષય કુમાર

અક્ષય કુમારે પોતાનું પ્રાથમિક શિક્ષણ માટુંગાની ડોન બોસ્કો હાઇસ્કૂલમાંથી લીધું હતું. આ પછી તેણે કરાટે શીખવાનું શરૂ કર્યું. તેને અભ્યાસમાં રસ નહોતો અને તે માર્શલ આર્ટ શીખવા માંગતો હતો. તે થાઇલેન્ડ (બેંગકોક) ગયો અને થાઇ બોક્સિંગ શીખ્યો. આ ઉપરાંત, તે તાઈકવોન્ડોમાં બ્લેક બેલ્ટ ધરાવે છે. અક્ષય કુમારે કારકિર્દીની શરૂઆતમાં શેફ અને વેઇટર તરીકે પણ કામ કર્યું હતું.

મોડલિંગમાં પગ મુક્યો

જ્યારે અભિનેતા ભારત પાછો ફર્યો, ત્યારે તેણે માર્શલ આર્ટ્સ શીખવાનું શરૂ કર્યું. પછી એક દિવસ, એક વિદ્યાર્થીના પિતાએ અક્ષયને કહ્યું કે તે ઊંચો અને સુંદર છે, તો તે મોડેલિંગ કેમ નથી કરતો. આ વાત તેના મગજમાં બેસી ગઈ. આ પછી, તેણે મોડેલિંગમાં પગ મૂક્યો અને સારી કમાણી કરવા લાગ્યો. તે બાદ ફોટોગ્રાફર જયેશ શેઠને ત્યાં આસિસ્ટન્ટ અને લાઇટમેન તરીકે પણ કામ કર્યું અને ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર પણ બન્યો.
 
'સૌગંધ'થી ફિલ્મી કારકિર્દીની શરૂઆત 

અક્ષય કુમારે પહેલી વાર ફિલ્મ 'આજ' (1987) માં કરાટે ઇંસ્ટ્રક્ટરનો નાનો રોલ પ્લે કર્યો હતો. જોકે, આ માત્ર 7-8 સેકન્ડનો જ હતો અને આ ફિલ્મ બાદ તેને પોતાનું નામ બદલવાનો નિર્ણય કર્યો હતો. તે બાદ અક્ષય કુમારે 1991માં આવેલી ફિલ્મ 'સૌગંધ' થી અભિનેતા તરીકે ડેબ્યૂ કર્યું, પરંતુ આ ફિલ્મે તેને વધારે ઓળખ આપી નહીં.

ત્યારબાદ 1992માં રિલીઝ થયેલી ફિલ્મ 'ખિલાડી' એ તેને ખાસ ઓળખ આપી. આ પછી 'મોહરા', 'હેરા ફેરી', 'સિંઘ ઇઝ કિંગ', 'એરલિફ્ટ', 'ટોઇલેટ: એક પ્રેમ કથા', 'કેસરી', 'ગુડ ન્યૂઝ' અને 'સૂર્યવંશી' જેવી સુપરહિટ ફિલ્મોએ તેને લોકોનો પ્રિય સ્ટાર બનાવ્યો. અક્ષય કુમારે પોતાના 34 વર્ષના કરિયરમાં 150થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને તે હજુ પણ ફિલ્મો કરી રહ્યો છે.

અક્ષય કુમારની નેટવર્થ

અક્ષય કુમારની કૂલ સંપત્તિ લગભગ 2500 કરોડ રૂપિયા છે. અક્ષય કુમારની કમાણીની વાત કરીએ ત એક ફિલ્મ માટે લગભગ 60-90 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. આ સિવાય અક્ષય કુમારનું પ્રોડક્શન હાઉસ Cape Of Good Filmsથી પણ સારી કમાણી થાય છે જેમાં 'એરલિફ્ટ', 'ટોયલેટ:એક પ્રેમ કથા', 'પેડ મૈન' જેવી હિટ ફિલ્મ બનાવી છે.

આ સિવાય 'ખિલાડી કુમાર' બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, સ્પોર્ટ્સ અને સ્ટાર્ટઅપ્સમાં રોકાણ, ફેશન બ્રાન્ડ અને રિયલ એસ્ટેટમાંથી પણ કમાણી કરે છે. અભિનેતા પાસે 80 કરોડ રૂપિયાનો એક સી-ફેસિંગ હાઉસ પણ છે. અક્ષય કુમાર પાસે 1,878 વર્ગ ફૂટમાં ફેલાયેલો એક એપાર્ટમેન્ટ પણ છે જેની કિંમત 7.8 કરોડ રૂપિયા છે.