કિંગ કોહલીના પ્રેમમાં પાગલ છે બોલિવૂડની આ અભિનેત્રી, અનુષ્કાને લાગશે ઝટકો
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પાછળ દુનિયા દીવાની છે. વિરાટની શાનદાર ગેમ સાથે સાથે તેના સારા દેખાવ પર ફ

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પાછળ દુનિયા દીવાની છે. વિરાટની શાનદાર ગેમ સાથે સાથે તેના સારા દેખાવ પર ફેન્સ ફિદા રહેતા હતા. અભિનેત્રી મૃણાલ ઠાકુર પણ વિરાટ કોહલીના પ્રેમમાં પાગલ હતી. મૃણાલે એક જૂના ઈન્ટરવ્યુમાં વિરાટ પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
અભિનેત્રીએ કહ્યું હતું કે, એક સમય હતો, કે જ્યારે હું વિરાટ કોહલીના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી માટે દુનિયા પાગલ છે. વિરાટની શાનદાર રમતની સાથે ચાહકો તેના સારા દેખાવથી પણ મંત્રમુગ્ધ છે. મેં મારા ભાઈના કારણે ક્રિકેટ જોવાનું શરૂ કર્યું, કારણ કે તે ક્રિકેટનો મોટો ચાહક છે.
5 વર્ષ પહેલા તેની સાથે સ્ટેડિયમમાં બેસીને લાઈવ ક્રિકેટ મેચ જોવાની ખૂબ સુંદર યાદો છે. મને યાદ છે કે, હું બ્લુ જર્સી પહેરીને ટીમ ઈન્ડિયાને ચીયર કરતી હતી. ત્યાર બાદ હું ક્રિકેટ આધારિત ફિલ્મ 'જર્સી' નો પણ ભાગ બની હતી.
આમ તો એ વાતમાં કોઈ શંકા નથી કે, વિરાટ કોહલી પર ઘણી મહિલાનો ક્રશ છે. પરંતુ ક્રિકેટરના દિલમાં તેની પત્ની અનુષ્કા શર્મા વસે છે. પરંતુ ક્રિકેટરના દિલમાં તેની પત્ની અનુષ્કા શર્મા વસે છે. વર્ષ 2017માં વિરાટે અનુષ્કા સાથે સાત ફેરા લઈ જન્મો જનમ સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. બંને વચ્ચેનો સંબંધ વર્ષો પછી આજે પણ અતૂટ છે.






