મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

યુવરાજની બાયોપિકમાં ક્રિકેટરની ગર્લફ્રેન્ડ બનશે આ અભિનેત્રી

ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહની બાયોપિકમાં તેની ગર્લફ્રેન્ડનું પાત્ર ફાતિમા સના શેખ ભજવશે ત

યુવરાજની બાયોપિકમાં ક્રિકેટરની ગર્લફ્રેન્ડ બનશે આ અભિનેત્રી

ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહની બાયોપિકમાં તેની ગર્લફ્રેન્ડનું પાત્ર ફાતિમા સના શેખ ભજવશે તેવી ચર્ચા છે. નિર્માતા સાથે ફાતિમાની વાતચીત ચાલી રહી છે.  જોકે ફિલ્મની ટીમ કે ફાતિમાએ હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે ઘોષણા કરી નથી. ફિલ્મમાં યુવરાજ સિંહનો રોલ કોણ ભજવશે તેના વિશે હજી સુધી નિર્ણય લેવાયો નથી. 

ટી સીરિઝના ભૂષણ કુમાર આ ફિલ્મ બનાવી રહ્યા છે. તેનું  દિગ્દર્શન રવિ ભાગચંદકા કરવાના છે. 

ફાતિમા સના શેખ આ પહેલાં આમિર ખાનની 'દંગલ'માં કામ કરી ચૂકી છે. જો તે યુવરાજ સિંઘની બાયોપિકમાં કામ કરશે તો તેની સ્પોર્ટસ આધારિત આ બીજી ફિલ્મ હશે. 

જોકે, આ ફિલ્મની જાહેરાતથી ટ્રેડ વર્તુળોને નવાઈ લાગી છે કારણ કે છેલ્લાં બે વર્ષમાં સ્પોર્ટસ કેન્દ્રિત એક પણ  ફિલ્મ ટિકિટબારી પર ચાલી નથી. 

આ સમાચાર શેર કરો