મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

IMDb રેટિંગમાં આ અભિનેત્રીએ દીપિકા પાદુકોણને પાછળ છોડી, કહ્યું- 'આ વર્ષ મારા માટે...'

બોલિવૂડ એક્ટ્રેસ શરવરી વાઘ આ દિવસોમાં તેની ફિલ્મ મુંજ્યાને લઈને ચર્ચામાં છે. આ ઉપરાંત શરવરીની જુનૈદ

IMDb રેટિંગમાં આ અભિનેત્રીએ દીપિકા પાદુકોણને પાછળ છોડી, કહ્યું- 'આ વર્ષ મારા માટે...'

બોલિવૂડ એક્ટ્રેસ શરવરી વાઘ આ દિવસોમાં તેની ફિલ્મ મુંજ્યાને લઈને ચર્ચામાં છે. આ ઉપરાંત શરવરીની જુનૈદ ખાન સાથેની તાજેતરની ફિલ્મ મહારાજમાં પણ સ્પેશિયલ અપિયરન્સ માટે પ્રસંશા થઈ હતી. જ્યારે હવે અભિનેત્રીએ IMDb પર પણ મોટી લીડ મેળવી લીધી છે. અભિનેત્રીને સૌથી લોકપ્રિય ભારતીય સેલેબ્સની યાદીમાં પ્રથમ સ્થાન મળ્યું છે.

લોકપ્રિય ભારતીય સેલેબ્સની યાદીમાં શરવરીનું ટોચ સ્થાન 

IMDbના લોકપ્રિય ભારતીય સેલેબ્સની યાદીમાં શરવરીએ ટોચનું સ્થાન મેળવ્યું છે. અભિનેત્રીએ આ લિસ્ટમાં દીપિકા પાદુકોણને પાછળ છોડી દીધી છે. આ બાબતે પોતાની ખુશી વ્યક્ત કરતાં શર્વરીએ કહ્યું, 'આ વર્ષ મારા માટે કેવું રહ્યું તે હું શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી. 'મુંજ્યા' અને 'મહારાજ' ફિલ્મને જે પ્રેમ મળી રહ્યો છે તેના માટે હું દરેકનો આભારી છું.'

મુંજ્યા 100 કરોડની ક્લબમાં સામેલ થશે 

માત્ર શરવરી જ નહીં પરંતુ મહારાજના અન્ય કો-એક્ટર્સની પણ રેટિંગમાં વધારો જોવા મળ્યો છે. ફિલ્મમાં ટીનેજરની ભૂમિકા ભજવનાર શાલિની પાંડે પાંચમા સ્થાને, જયદીપ અહલાવત (જદુનાથ મહારાજ) દસમા સ્થાને અને જુનૈદ ખાન (કરસનદાસ) 12મા સ્થાને છે. મુંજ્યા આગામી દિવસોમાં 100 કરોડની ક્લબમાં સામેલ થઈ શકે છે.

કયા એક્ટર્સને શું રેટિંગ મળ્યું?

આ યાદીમાં દીપિકા પાદુકોણ બીજા સ્થાને છે, જ્યારે દિશા પટની ચોથું સ્થાન ધરાવે છે. ડાયરેક્ટર નાગ અશ્વિન સાતમા સ્થાને છે. પ્રભાસ આઠમા, અમિતાભ બચ્ચન 15મા અને કમલ હાસન 19મા ક્રમે છે. આ સિવાય કોટા ફેક્ટરી અને પંચાયત જેવી વેબ સિરીઝથી લોકપ્રિય બનેલા એક્ટર જિતેન્દ્ર કુમારને આ લિસ્ટમાં 14મું સ્થાન મળ્યું છે. 

આ સમાચાર શેર કરો