‘મારી નજર સામે પિતાએ માતા અને બહેનની હત્યા કરી અને…’, વર્ષો પછી બહાર આવ્યું આ અભિનેતાનું દુઃખ
‘બેખુદી’, ‘બાલી ઉમર કો સલામ’ અને ‘અંગારા’ જેવી ફિલ્મો મ

‘બેખુદી’, ‘બાલી ઉમર કો સલામ’ અને ‘અંગારા’ જેવી ફિલ્મો માટે પ્રખ્યાત અભિનેતા કમલ સદાના માટે એક સમયે ચાહકોની કોઈ કમી નહોતી. છેલ્લી વખત આ એકેટર 2023માં ફિલ્મ પિપ્પાથી લાઈમલાઇટમાં આવ્યો હતો. અભિનેતાને પહેલી જ ફિલ્મથી જબરદસ્ત સ્ટારડમ મળ્યું હતું. પરંતુ તેણે પોતાની પર્સનલ લાઈફમા ઘણું દુઃખ સહન કર્યું છે. તેના પરિવાર સાથે થયેલા અકસ્માતે તેનું જીવન બદલી નાખ્યું હતું. અભિનેતાએ વર્ષો પછી ખુલાસો કર્યો છે કે, તેના પિતા બ્રિજ સદાનાએ આત્મહત્યા કરતા પહેલા તેની બહેન નમ્રતા અને તેમની માતા સઇદા ખાનની પણ હત્યા કરી હતી.
પિતાએ જ કરી માતા અને બહેનની હત્યા
કમલે એક ઇન્ટરવ્યુમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે કહ્યું કે, જયારે હું 20 વર્ષનો હતો ત્યારે મારા પિતાએ મારી માતા અને બહેનની ગોળી મારીને હત્યા કરી હતી અને પોતે પણ આત્મહત્યા કરી હતી.
અભિનેતાએ કહ્યું કે, ‘હું મારી માતા અને બહેનને લઈને તરત જ હોસ્પિટલ ગયો. તેમનું લોહી વહી રહ્યું હતું. તે સમયે મને ખબર ન હતી કે, મને પણ ગોળી વાગી છે.’ ડોક્ટરે કહ્યું, ‘તમારા શર્ટ પર આટલું લોહી કેવી રીતે આવ્યું?’
મેં કહ્યું, ‘એ મારી માતા અને બહેનનું હશે.’ ડોક્ટરે કહ્યું, ‘ના, તમને પણ ગોળી વાગી છે.’ આ હોસ્પિટલમાં જગ્યા નથી, તમારે બીજી હોસ્પિટલમાં જવું પડશે.’ મેં કહ્યું, ‘ના, તમે મારી માતા અને બહેનની સારવાર કરો. મારે મારા પિતાની તપાસ કરવી પડશે, તેઓ શું કરી રહ્યા છે.’
અભિનેતાએ વધુમા કહ્યું કે, “મેં મારી નજર સામે મારા પરિવારને મરતા જોયો. જે મારા માટે ખૂબ દુઃખદાયક છે. મને પણ ગોળી વાગી હતી. એક ગોળી મારી ગરદનની બાજુથી બહાર નીકળી ગઈ. અને હું બચી ગયો. મારા જીવતા રહેવાનું કોઈ તાર્કિક કારણ નથી.”
ઘરમાં મૃતદેહ જોઈને પરિવાર સ્તબ્ધ
કમલ સદાના વારંવાર ના પાડવા છતાં, તેનો મિત્ર તેને બીજી હોસ્પિટલમાં લઈ ગયો. અભિનેતાએ જણાવ્યું કે જ્યારે તે હોશમાં આવ્યો અને ઘરે આવ્યો તો ત્યાં તેના પરિવારના મૃતદેહો જોઈને તે દંગ રહી ગયો. માતા અને બહેનને ગોળી માર્યા બાદ પિતાએ પોતાને પણ ગોળી મારી દીધી હતી. કમલે એ પણ જણાવ્યું કે તેના પિતા ખરાબ નહોતા, પરંતુ દારૂએ તેમને આવા બનાવી દીધા હતા.
કમલ સદાનાએ પરિવારના મૃત્યુ પછી તરત જ ઘરે ઘરે જઈને પ્રોડ્યુસર પાસે કામની માંગણી કરી અને અંતે કાજોલ સાથે ફિલ્મ બેખુદી મળી હતી. તેણે શરૂઆતમાં ક્યારેય તેનો જન્મદિવસ ઉજવ્યો ન હતો, પરંતુ ગયા વર્ષે તેણે તેના બાળકો સાથે જન્મદિવસની નાની પાર્ટી આપી હતી.








