મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'પૈસા આપી પોતના માટે જ બિછાવે છે રેડ કાર્પેટ...' ; સંભાવના  શેઠે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો કર્યો પર્દાફાશ

આ વર્ષે ઘણા ભારતીય સેલેબ્સ અને ઇન્ફ્લ્યુન્સરોએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2

'પૈસા આપી પોતના માટે જ બિછાવે છે રેડ કાર્પેટ...' ; સંભાવના  શેઠે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો કર્યો પર્દાફાશ

આ વર્ષે ઘણા ભારતીય સેલેબ્સ અને ઇન્ફ્લ્યુન્સરોએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં ભાગ લઈને હલચલ મચાવી હતી. અભિનેત્રી અનસૂયા સેનગુપ્તાએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો, જ્યારે ફિલ્મ 'ઓલ વી ઇમેજિન એઝ લાઇટ'ને પણ કાન્સનો પ્રતિષ્ઠિત ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ મળ્યો હતો. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે 'રિયલ સિનેમા પ્રેમીઓ' આ વર્ષે કાન્સ જવાથી ખુશ નથી. અભિનેત્રી સંભવના સેઠે તેના નવા ઇન્ટરવ્યુમાં આ વિશે વાત કરી છે.

સંભાવનાએ  કાન્સનો પર્દાફાશ કર્યો

સિદ્ધાર્થ કન્નન સાથેના વાતચીતમાં, સંભાવના શેઠે કહ્યું, 'મને કહો કે એવી કેટલી ભારતીય ફિલ્મો છે જે કાન્સમાં પ્રદર્શિત કરવામાં આવી છે. જો તમે પૈસા ચૂકવશો તો અમારો શો પણ કાન્સમાં દર્શાવવામાં આવશે. મને આ ખબર છે. મને મારા પતિના કારણે ખબર પડી. તમે અને હું કૂતરાને ખવડાવવાનો વીડિયો બનાવીશું, તો તેને પણ કાન્સમાં લઈ જઈ શકીશું.  પૈસા આપો અને તેનું સ્ક્રીનિંગ થઇ જશે. આ રેડ કાર્પેટ છે, કાન્સની અસલી રેડ કાર્પેટ છે, તેની પાછળ પણ રેડ કાર્પેટ છે, તેઓ ત્યાં ફરે છે.

તેણે આગળ કહ્યું, 'એક એવી જગ્યા છે જ્યાં ઐશ્વર્યા રાય ચાલે છે. તે વાસ્તવિક કાન્સ છે. એવા ઘણા લોકો છે જેમને ખરેખર બોલાવવામાં આવે છે. પણ મને શા માટે બોલાવવામાં આવે? હું ત્યાં શું કરી રહી છું? ન તો મારી કોઈ ફિલ્મ રીલિઝ થઈ છે કે ન તો મારી ક્યાંય ચર્ચા થઇ  છે. છતાં પણ હું કાન્સ પહોંચી ગઈ'. સિદ્ધાર્થએ સંભાવનાને કહ્યું, મને તારા પર ગર્વ છે. ત્યારે સંભાવના કહે છે, 'અરે ભાઈ, ગર્વ નહિ પૈસા આપ્યા છે.  ત્યાં ફોટોગ્રાફ્સ પડાવવા માટે ચૂકવણી કરી છે, અને ફોટોગ્રાફરો પણ પોતાના છે, તેમના નથી.

સંભવનાએ એમ પણ કહ્યું, 'મને ખબર નથી કે તમે કયા  ઇન્ફ્લ્યુન્સરો વિશે વાત કરી રહ્યા છો, જેને કાન્સમાંથી આમંત્રણ આપવામાં આવ્યું છે. જો મને આમંત્રણ મળશે તો, 'હું પહેલા આમંત્રણ કાર્ડને પેસ્ટ કરીશ અને પછી કૅમેરો ઇન્સ્ટોલ કરીશ. અને હું સીધી જ કાન્સ જઈશ અને હાથ હલાવતા વીડિયો બનાવીશ.'

કાન્સમાં નોમિનેટ થયેલી ભારતીય ફિલ્મ વિશે વાત કરતાં સંભાવના  શેઠે કહ્યું, 'મારા મતે કાન્સ માટે એક ફિલ્મની પસંદગી કરવામાં આવી છે. તે ફિલ્મ લાયક છે, તે હજુ સુધી જાણી શકાયું નથી કે તે જીતશે કે પછી શું થશે. પરંતુ તમે, હું, દરેક જણ કાન્સ જઈ શકીએ છીએ. માત્ર પૈસા ખર્ચવાની જરૂર છે. શક્ય છે ખોટી હોઈશ, પણ મને ખાતરી છે કે મારા પતિ મને ખોટું નહીં કહે. તે મને પૂછે છે કે, 'બોલ ક્યારે જવું છે,'  હું કહું છું ના બાબા. હું લોકોને જૂઠું કેમ બતાવીશ? હું મારા જીવનમાં શું કરી રહી છું કે હું કાન્સ પહોંચી ગઈ ? 

કોણ છે સમભાવ શેઠ?

સંભાવના શેઠના શબ્દો પરથી લાગે છે કે તે ફિલ્મ 'ઓલ વી ઈમેજીન એઝ લાઈટ' વિશે વાત કરી રહી છે. તેની કારકિર્દી વિશે વાત કરીએ તો, સંભવનાએ તેની કારકિર્દીની શરૂઆત ડાન્સર તરીકે કરી હતી. તે ફિલ્મોમાં આઈટમ નંબરમાં જોવા મળી હતી. તેણે ફિલ્મ '36 ચાઈના ટાઉન' અને સીરિયલ 'રઝિયા સુલતાન'માં કામ કર્યું હતું. સંભવના રિયાલિટી શો 'બિગ બોસ'ની સીઝન 2માં પણ જોવા મળી હતી. હવે તે વ્લોગર બની ગઈ છે. તેણીએ 2016 માં અવિનાશ દ્વિવેદી સાથે લગ્ન કર્યા, જેઓ એક ફિલ્મ નિર્માતા છે.

આ સમાચાર શેર કરો