મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'આ લોકો માત્ર ગંદકી ફેલાવે છે..' ફેમસ ટીવી શો FIRના લેખકે કપિલ શર્માના શો વિશે કહી આવી વાતો

કોમેડિયન કપિલ શર્મા છેલ્લા ઘણા સમયથી તેના કોમેડી શો દ્વારા દર્શકોનું મનોરંજન

'આ લોકો માત્ર ગંદકી ફેલાવે છે..' ફેમસ ટીવી શો FIRના લેખકે કપિલ શર્માના શો વિશે કહી આવી વાતો

કોમેડિયન કપિલ શર્મા છેલ્લા ઘણા સમયથી તેના કોમેડી શો દ્વારા દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. ફેન્સને પણ તેની કોમેડી અને શો ગમે છે. આ દિવસોમાં તેનો નવો કોમેડી શો 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' OTT પર સ્ટ્રીમ થઈ રહ્યો છે, આ તેની બીજી સિઝન છે અને તેને દર્શકો તરફથી શોની પ્રથમ સિઝન જેટલો જ પ્રેમ મળી રહ્યો છે. આ દરમિયાન ટીવીના લોકપ્રિય શો 'FIR'ના લેખક અમિત આર્યને કપિલ શર્માના શો પર નિશાન સાધ્યું છે.

તેણે કપિલ શર્મા અને તેની ટીમ પર અશ્લીલ જોક્સને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેના કારણે તે હાલ ચર્ચામાં છે. અમિત કહે છે કે, કપિલનો શો ભારતનો સૌથી ખરાબ શો છે અને તેમાં જોક્સનું સ્તર ઘણું ખરાબ છે. અમિત આર્યને તેના તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, 'જુઓ, હું કંઈક કહેવાનો છું જે વિવાદાસ્પદ લાગે છે, પરંતુ તેનાથી મને કોઈ ફરક નથી પડતો. આ લોકો કોઈપણ હોય, કપિલ શર્મા હોય, કીકુ શારદા હોય કે કૃષ્ણા અભિષેક હોય, તેમનો અનુભવ મારા કરતા ઘણો ઓછો છે.

કપિલ શર્માના શોને ખરાબ કહ્યો

તેણે કહ્યું, 'કપિલ શર્માનો શો માત્ર ખરાબ નથી, પરંતુ ભારતીય કોમેડીનો સૌથી ખરાબ શો છે. આમાં પુરુષોનું સ્ત્રીમાં રૂપાંતર થાય છે અને આવનારી સ્ત્રીઓ સ્ત્રીઓ માટે કલંક સમાન છે. આટલું જ નહીં, અમિત આર્યનએ એમ પણ કહ્યું કે, કપિલ શર્મા તેની ટીમ વગર કંઈ નથી. કપિલ શર્માના શો 'આઈ એમ નોટ ડન યેટ' પર કટાક્ષ કરતા અમિતે કહ્યું, 'કપિલ શર્માનો શો નેટફ્લિક્સ પર આવ્યો હતો, પરંતુ કોઈએ તેને જોયો નથી કારણ કે કોઈને કપિલની વાર્તામાં રસ નથી.' તેણે કહ્યું કે કપિલ શર્મા અને તેની ટીમ વાહિયાત કોમેડી બતાવે છે.

ગંદકી ફેલાવી રહ્યો છે કપિલ શર્માનો શો 

આગળ વાત કરતા, 'FIR' લેખક અમિત આર્યનએ કહ્યું, 'તે બધા માત્ર ગંદકી ફેલાવી રહ્યા છે. ટીવીથી તમારા ઘરમાં ગંદકી આવી રહી છે. લોકોને આ શીટ ગમે છે. આજની પેઢીએ સારી વસ્તુઓ જોઈ નથી. તેમને લાગે છે કે, આ કોમેડી છે. ઉલ્લેખનીય છે કે, કપિલ શર્માનો શો 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' ફરી એકવાર નેટફ્લિક્સ પર તેની બીજી સિઝન સાથે સ્ટ્રીમ થઈ રહ્યો છે. આ શોમાં કપિલ શર્મા સાથે કિકુ શારદા, કૃષ્ણા અભિષેક, રાજીવ ઠાકુર અને અર્ચના પુરણ સિંહ જોવા મળી રહ્યા છે. શોનો નવો એપિસોડ દર શનિવારે સ્ટ્રીમ કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો